સુરેન્દ્રનગરના ચુલી ગામના યુવાનોની અનોખી માતાજીની ભક્તિ

વેશભૂષા ધારણ કરીને ભવાઈ થકી કરે છે માતાજીની ભક્તિ 

સો વર્ષથી વધુ જૂની સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખતા યુવાનો 

પ્રાચીન સંસ્કૃતિ અંગે યુવાનોને માર્ગદર્શન આપવાનો પણ પ્રયાસ 

સો યુવાનો જુદી જુદી વેશભૂષા ધારણ કરીને કરે છે માતાજીની ભક્તિ  

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનો નવરાત્રીમાં ભવાઈની વેશભૂષા ધારણ કરીને માતાજીની આરાધના કરી રહ્યા છે,અને ભવાઈની સંસ્કૃતિને જીવંત રાખી પરંપરાગત રીતે માતજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુરેન્દ્ર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના કરવાની એક અનોખી પરંપરા છે,જેમાં સો વર્ષ કરતા પણ વધુ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે.યુવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક નાટક ભજવામાં આવે છે.જેમાં ભક્ત પ્રહલાદ,ભેંસાસુર,શેઠ જગડુશા,ચંડમુંડ ચામુંડા,હરિચંદ્ર તારામતી, મહિસાસુર સોનબાઈની ચૂંદડી વગેરે જુદા-જુદા વેશ ધારણ કરીને ભવાઈ ભજવીને માતાજીની આરાધના કરવામાં આવે છે.અને માતાજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.આ ગ્રુપમાં સો  જેટલા યુવકો રોજ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે અને આજના યુવા લોકોને તે વિશે માર્ગદર્શન મળે સાથે મનોરંજન મળે તે માટે પણ પ્રયાસ કરવામાં આવે છે.અને સમસ્ત ગામના લોકો મોડી રાત સુધી આ વેશભૂષા કાર્યક્રમ નિહાળીને ભવાઈ ભજવતા યુવાનોના પ્રયાસોને બિરદાવી પ્રશંસા કરી રહ્યા છે.