સુરેન્દ્રનગર : સુદામડા ગામે પરિવારમાં હતું જમીન બાબતનું મનદુઃખ, સમાધાન વેળા વાત વણસતા ખેલાયો ખૂની ખેલ

New Update
સુરેન્દ્રનગર : સુદામડા ગામે પરિવારમાં હતું જમીન બાબતનું મનદુઃખ, સમાધાન વેળા વાત વણસતા ખેલાયો ખૂની ખેલ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે એક પરિવારના સભ્યોમાં જમીન બાબતનું મનદુઃખ હતું. જેના સમાધાન માટે પરિવારજનો ભેગા થયા હતા, પરંતુ વાત વણસતા સમાધાન પડી ભાંગ્યું હતું, ત્યારે વાત મારામારી સુધી પોહોચતા કાકા અને તેમના દિકરાએ મોટા ભાઇના દિકરા પર છરી અને પાઇપ વડે હુમલો કરતાં યુવકનું મોત નીપજ્યું હતું.

“જર, જમીન અને જોરૂ” આ કહેવતને યર્થાથ કરતો કીસ્સો સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે બન્યો છે. એક પરિવારમાં બાપ-દાદાની જમીન બાબતે ભાઇઓ વચ્ચે ઘણા સમયથી મનદુ:ખ હતું, ત્યારે આ જમીનને લઈ પરીવારજનો સમાધાન માટે એકઠા થયા હતા, ત્યારે સમાધાન પડી ભાંગતા સગા કાકા ચંદુભા ઝાલાએ ભત્રીજા ધનશ્યામસિંહ ઝાલા પર હુમલો કર્યો હતો. આ ઝગડમાં ચંદુભા ઝાલાના પુત્ર જયપાલસિંહ ઝાલાએ પણ ધનશ્યામસિંહ ઝાલાને છરી અને પાઇપથી ઉપરા છાપરી ઘા માર્યા હતા. ઘટના બાદ કાકા ચંદુભા ઝાલા અને જયપાલસિંહ ઝાલા હુમલો કરી નાશી છૂટ્યા હતા. ઘનશ્યામસિંહને લોહી લુહાણ હાલતમાં પરિવારજનો સારવાર અર્થે સાયલા હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ હાજર તબીબે ઘનશ્યામસિંહને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં લીંબડી ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલ તો નાશી છુટેલા આરોપીઓ કાકા ચંદુભા ઝાલા અને પીત્રરાઇ ભાઇ જયપાલસિંહ ઝાલાને વહેલી તકે ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories