સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સ્થિત મોટા મંદિર ખાતે કેન્દ્રિય કેબીનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં લોકકલા ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરના લીંબડી સ્થિત મોટા મંદિર ખાતે કેન્દ્રિય કેબીનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજાયેલ લોકકલા ત્રિવેણી કાર્યક્રમમાં ઝાલાવાડના લોક કલાકારોની કાર્ય શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, બિહારી હેમુ ગઢવી અને લાભુભા ભાસળિયાનો સન્માન સમારોહ યોજાયો હતો. તો આ સાથે જ ગોપાલ બારોટ લિખીત પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, લીંબડી મોટા મંદિરના મહંત લલીત કિશોર બાપુ સહીત સંતો-મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.