/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-1.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના મેમકા આજુબાજુમાં 1500 વિધા જમીનમાં વરસાદી પાણી ભરાતાં ખેડુતોના પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય છે. ખેડુતોનો આક્ષેપ છે કે જે ખજેલીથી સાંકળી નો નવો રસ્તો બનાવ્યો તેમાં કોઇ કોઝવે નહિ બનાવવામાં આવતાં પાણીનો નિકાલ અટકી ગયો છે.
સુરેન્દ્રનગર જીલ્લો કપાસ સહિતના પાકોમાં અને ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જીલ્લામાંથી દેશ વિદેશ સુધી કપાસની નિકાસ કરવામાં આવે છે. ચાલુ વર્ષે ખેડુતોએ મોંઘા બિયારણો, ખાતર અને તનતોડ મેહેનત કરી અને હજારો હેકટર જમીનમાં કપાસ, એરડા, જુવાર, અને લીંબુ જેવા બાગાયતી પાકોનું વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે ખેતી નિષ્ફળ જાય તેવા સંજોગો ઉભા થયાં છે. વઢવાણ તાલુકાના મેમકા ગામ અને આજુબાજુમાં અંદાજે 1,500 વીઘા જમીનમાં ઢીચણ સમાણા વરસાદી પાણી ભરાઈ જતા ખાડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ રેહેતા ખેડુતોના વાવેતર કરેલા પાકો નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય છે. ખેડુતોએ આક્ષેપ કર્યો હતો કે જે આ વિસ્તારમાં ખજેલીથી સાંકળી જવા માટે નવો રસ્તો સરકારે બનાવ્યો છે પણ તેમાં કોઇ કોઝવે કે પાણીના નિકાલ માટે પાઇપો ન મુકાતા ખેતરોમાં પાણી ભરાઇ ગયું છે ને હવે આ પાણી પંદર દિવસ સુધી ખેતરોમાં જ ભરાયેલું રહેશે. ખેતરોમાં વાવેતર કરાયેલાં તલ, જુવાર, કપાસ જેવા પાકો નિષ્ફળ જશે અને ખેડુતોને આપધાત કરવાનો વારો આવશે જેથી સરકાર ખેડુતોને વળતરની ચુકવણી કરે તે જરૂરી છે.