/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-65.jpg)
સુરેનદ્રનગર જિલ્લાના માલવણ ધાંગ્રધા હાઇવે પર ચાલુ ટ્રકમાંથી ચોરીના વધેલા બનાવોના પગલે પોલીસ એકશનમાં આવી હતી. હાઇવે પર સઘન વોચ ગોઠવી ટોળકીના એક સાગરિતને દબોચી લેવાયો છે.
છેલ્લા ઘણા સમયથી ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપર ખાસ કરીને ધાંગધ્રા માલવણ હાઇવે પર ચાલુ વાહનમાંથી તમાકુના કાર્ટૂન, ઘી અને તેલનાં ડબ્બા, ઇલેક્ટ્રોનિક આઈટમ સહિતની ચોરી તથા લૂંટના બનાવો વધી ગયાં છે. ટોળકીને ઝડપી પાડવા માટે સુરેન્દ્રનગર પોલીસે ધાંગધ્રા માલવણ હાઇવે ઉપર સઘન વોચ ગોઠવી હતી. જેના પરિણામે સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીની ટીમે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે આ ગેંગના કુલ છ સભ્યો છેલ્લા આઠ મહિનામાં નવ જેટલી ચોરીઓ ને અંજામ આપી ચૂક્યા છે. ટોળકીના સભ્યો ચાલુ વાહન પર ચઢી જઇને તાડપત્રી કાપીને ટ્રકમાં રાખેલા સામાનની ચોરી કરતાં હતાં. પોલીસે ઝડપી પાડેલો આરોપી ગેડીયાનો રસુલ ભાઈ નથુભાઈ ડફેર છે. પોલીસે અન્ય સાગરિતોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.