સુરેન્દ્રનગર : ચોટીલા પંથકમાં માતાજીની માંડવીનું મહત્વ, અનેક ગામોમાં થાય છે ભવાઇ

New Update
સુરેન્દ્રનગર : ચોટીલા પંથકમાં માતાજીની માંડવીનું મહત્વ, અનેક ગામોમાં થાય છે ભવાઇ

નવરાત્રીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે અને આ તહેવાર સાથે અનેક પરંપરાઓ પણ સંકળાયેલી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં માતાજીની માંડવી અને ભવાઇનું આર્કષણ રહેતું હોય છે. લુપ્ત થતી આ પરંપરાને જાળવી રાખવા કલાકારો તેમનું યોગદાન આપી રહયાં છે.

નવરાત્રી માં આદ્યશક્તિના નવલા નોરતા દરમિયાન વર્ષોની પરંપરા મુજબ રમાતી ભવાઇનું મહત્વ દિવસે ને દિવસે ઘટતું જાય છે. ત્યારે ચોટીલાના રેસમીયમાં આજે પણ કેટલાક સ્થળો પર પરંપરાગત બહુચર માતાજીની માંડવી રમાય છે. જ્યાં નવ દિવસ દરમિયાન નાટક, ઐતિહાસિક વાર્તાઓની વેશ ભૂષા સાથે લોકોની વચ્ચે ભજવામાં આવે છે. અને આધુનિક યુગમાં પણ લોકો મોટી સંખ્યામાં ભવાઇ નિહાળવા એકઠા થાય છે.નવરાત્રીના નવ દિવસ દરમિયાન માઇ ભક્તો દ્વારા માતાજીની માંડવીની સ્થાપના કરી નવ દિવસ જુદાજુદા વેશ રમવામાં આવે છે. પહેલાના સમયમાં અનેક જગ્યાઓ પર માતાજીની માંડવીની આયોજન કરતું અને નાટક ભજવામાં આવતું હતું. સાંપ્રત સમયમાં માંડવીની પ્રથા લુપ્ત થતી જાય ત્યારે ચોટીલાના રેસમીયા જેવા ગામોમાં માતાજીની માંડવી રમવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારના જેવા કે રાજા ભરથરી, રાજા હરિશ્ચંદ્ર, ભામણ કાબો સહિતના નાટકો લોકો સામે પ્રસ્તુત કરવા આવે છે. પરંપરાગત રમાતી ભવાઈનું ખાસ મહત્વ એ છે કે આ ભવાઈ માં પુરુષો જ સ્ત્રીના પાત્ર ભજવે છે.

Latest Stories