Connect Gujarat
ટ્રાવેલ 

ચાર ધામોમાંના એક ધામ બદ્રીનાથમાં શંખ કેમ નથી વગાડવામાં આવતો, જાણો રહસ્ય

દેવભૂમિ તરીકે ઓળખાતું ઉતરાખંડ તેની સુંદરતા માટે જાણીતું છે. દેશ વિદેશથી ભક્તો અહી ચાર ધામ માના એક ધામ બદ્રીનાથના દર્શન કરવા માટે આવે છે.

ચાર ધામોમાંના એક ધામ બદ્રીનાથમાં શંખ કેમ નથી વગાડવામાં આવતો, જાણો રહસ્ય
X

દેવભૂમિ તરીકે ઓળખાતું ઉતરાખંડ તેની સુંદરતા માટે જાણીતું છે. દેશ વિદેશથી ભક્તો અહી ચાર ધામ માના એક ધામ બદ્રીનાથના દર્શન કરવા માટે આવે છે. આ ધામ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ સુંદર સ્થાન પર ભગવાનના દર્શન કરવાથી સુંદર ફળ મળે છે. બદ્રીનાથ ધામ રહસ્યોથી ભરેલું છે પણ શું તમે જાણો છે કે અહીં શંખ કેમ વગાડવામાં નથી આવતો. હિન્દુ ધર્મમાં શંખ ફૂંકવો શુભ માનવમાં આવે છે, શંખનો ઉપયોગ શુભ કાર્યથી લઈને નાના માં નાની પુજા સુધી કરવામાં આવે છે. એવું માનવમાં આવે છે કે શંખ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. પણ શા માટે આ ધામ માં શંખ વગાડવામાં નથી આવતો. તેની પાછળની પૌરાણીક કથા સાથે વૈજ્ઞાનિક કારણ જાણો.

· બદ્રીનાથ ધામમાં શા માટે શંખ ફૂંકવામાં નથી આવતો.

બદ્રીનાથમાં શંખ ના ફૂંકવા પાછળ બે પૌરાણિક કથાઓ છે. પ્રથમ કથા અનુસાર માં લક્ષ્મી બદ્રીનાથ ધામ સ્થિત તુલસી ભવનમાં ધ્યાનની મુદ્રામાં હતા. એટલા માટે ભગવાન વિષ્ણુએ શંખચૂર્ણ નામના રાક્ષસનો વધ કર્યો હતો. ભગવાન માં લક્ષ્મીના ધ્યાનમાં કોઈ પણ પ્રકારની વિક્ષેપ ઇચ્છતા ના હતા.

તેથી તેમણે શંખ ફૂંક્યો નહીં. કોઈ પણ યુદ્ધ જીત્યા પછી પણ શંખ ફૂંકવામાં આવે છે. એવું માનવમાં આવે છે કે આ કારણે બદ્રીનાથમાં કયારેય શંખ ફૂંકાયો નથી.

બીજી દંતકથા અનુસાર કેદારનાથ રાક્ષસોથી પીડિત થતાં. મનુષ્યોથી લઈને ઋષિમુનિઓ સુધી તેઓ બધાને પરેશાન કરતાં હતા. આવી સ્થિતિમાં અગસ્ત્ય મુનીએ કેદારનાથમાં રાક્ષસોને મારવાનું શરૂ કર્યું. ત્યારે જ વાતાપી અને અતાપી નામના બે રાક્ષસોએ પોતાનો જીવ બચાવવા મંદાકિની નદીનો સહારો લીધો અને ત્યાં બંને સંખમાં છુપાઈ ગયા. આવી સ્થિતિમાં ઋષિએ શંખ ફૂંક્યો નહીં કારણ કે તેનાથી બંને રાક્ષસો સરળતાથી ભાગી જશે. આ કારણે પણ બદ્રીનાથમાં શંખ ફૂંકાતો નથી.

· બદ્રીનાથમાં શંખ ના ફૂંકવાનું વૈજ્ઞાનિક કારણ

આ ધામમાં શંખ ના ફૂંકવાનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે. શિયાળાની ઋતુમાં અહીં વધુ બરફ પાડવા લાગે છે. આવી સ્થિતિમાં જો શંખ ફૂંકવામાં આવે તો તેના અવાજથી બરફ ફાટી શકે છે. આ ન્સિવાય બરફનું તોફાન પણ આવી શકે છે. આવી સ્થિતિમાં પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે જાનમાલને નુકશાન પણ થઈ શકે છે.

Next Story