/connect-gujarat/media/media_files/2024/12/09/koUkdd1Gl545aQpE8Mmu.jpg)
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ PM મોદી અને ગૌતમ અદાણીનો રમુજી ઇન્ટરવ્યૂ લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તેઓ PM મોદી અને ગૌતમ અદાણીનું માસ્ક પહેરેલા સાંસદોને સવાલો પૂછે છે.
यह एक ख़ास और पुराना रिश्ता है! #ModiAdaniEkHai pic.twitter.com/s6iF1YeCcX
— Rahul Gandhi (@RahulGandhi) December 9, 2024
સોમવારે સંસદના ચાલુ શિયાળુ સત્ર વચ્ચે વિપક્ષી સાંસદોએ PM મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ચહેરાના માસ્ક પહેરીને વિરોધ કર્યો હતો.આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ મણિકમ ટાગોર અને સપ્તગિરિ શંકર ઉલાકાએ માસ્ક પહેર્યાં હતા અને રાહુલ ગાંધીએ તેમનો ઈન્ટરવ્યૂ લીધો હતો, જેમાં તેમના ફ્યુચર, પાર્ટનરશીપ અને મોદી કેમ ઓછું બોલે છે એ અંગે સવાલો કર્યા હતા અને માસ્ક પહેરેલા સાંસદોએ કટાક્ષમાં જવાબો આપ્યા હતા.