“તારો હવાલો મળ્યો છે..!” કહી અમરેલીના કુબડા ગામે વૃદ્ધ પાસેથી રૂ. 5 કરોડની ખંડણી માંગનાર 2 ખંડણીખોરની ધરપકડ
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામના એક મકાનમાં પ્રવેશ કરી રૂ. 1.50 લાખ પડાવી વધુ રૂ. 5 કરોડની ખંડણી માંગનાર 2 ખંડણીખોરની LCB પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.