Connect Gujarat
ભરૂચ

સુરત : રૂ. 1.60 કરોડ સામે રૂ. 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરવી 2 વ્યાજખોરોને ભારે પડી, પોલીસે કરી લીધી ધરપકડ

વ્યાજખોરોએ રૂપિયા 1.60 કરોડની રકમ સામે રૂપિયા 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરતાં ક્રાઈમ બ્રાન્ચે 2 વ્યાજખોરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

સુરત શહેરમાં વ્યાજખોરોએ રૂપિયા 1.60 કરોડની રકમ સામે રૂપિયા 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરતાં ક્રાઈમ બ્રાન્ચે 2 વ્યાજખોરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઊંચા વ્યાજ દરે નાણા આપીને પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો બેફામ બન્યા છે, ત્યારે સુરત પોલીસે હવે આવા વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. બનાવની વાત કરીએ તો, વ્યાજખોરોએ ફરિયાદી અશોક ગોયાણી પાસેથી 3 મિલકતો પણ પોતાના નામે લખાવી લીધી હતી. જેમાં મિલકત પર 6% વ્યાજે ધિરાણ કરીને રૂપિયા 6 કરોડની પઠાણી ઉઘરાણી કરતા હતા. જોકે, રૂપિયા ન ચૂકવતા ફરિયાદીના ઘરે જઈને વ્યાજખોરોએ મારવાની ધમકી પણ આપી હતી, ત્યારે ફરિયાદીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર ઘનશ્યામ ચાવડા અને હરેશ ચાવડાની ધરપકડ કરી છે. આ બન્ને વ્યાજખોરોએ રૂપિયા 1.60 કરોડની રકમ સામે રૂપિયા 3.57 કરોડની ઉઘરાણી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસના સકંજામાં કસાયેલા બન્ને વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story