-
સરથાણામાં ખંડણીખોર ભાઈઓનો ત્રાસ
-
લલિત ડોંડા ભાજપનો કાર્યકર્તા હોવાનું આવ્યું બહાર
-
પોલીસે લલિતના ભાઈ અલ્પેશની કરી ધરપકડ
-
લલિત ડોંડા અને તેનો ભાઈ અલ્પેશ ખંડણી બાબતે છે કુખ્યાત
-
બંને પર પોલીસ ચોપડે 20 જેટલા ગુન્હા નોંધાઈ ચુક્યા છે
સુરતના સરથાણામાં બ્લેકમેલ તેમજ વિડીયો વાયરલ કરીને ખંડણી ખોરી કરતા બે ભાઈઓ સામે પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવી છે,પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે,જયારે અન્ય એક ફરાર થઇ ગયો છે.બંને ભાઈઓ સામે અગાઉ 20 ગુન્હા પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે.
સુરતના સરથાણામાં 4 વર્ષથી લક્ષ્મી પાર્કિંગ નામથી લક્ઝરી બસનું પાર્કિંગ ચલાવતા મનોજ વિરડીયાને પાલિકા અને પ્રેસના નામે શેડ તોડવાની ધમકી આપી 6.35 લાખનો તોડ કરવામાં પોલીસે 42 વર્ષીય અલ્પેશ બાબુ ડોંડાની ધરપકડ કરી હતી.પોલીસે અલ્પેશનું સરઘસ પણ કાઢ્યુ હતું.આ ગુન્હામાં અલ્પેશનો ભાઈ લલિત હજુ ફરાર છે.અગાઉ અલ્પેશ ખંડણી,ધમકી, ચીટિંગ સહિતના 11 ગુનામાં પકડાયો હતો.
ખંડણીના કેસમાં ભાજપના કાર્યકર્તા લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા સામે સરથાણા પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે, પોલીસના જણાવ્યા અનુસાર લલિત ડોંડા પર 12 ગુન્હા અને અલ્પેશ ડોંડા પર 8 ગુન્હાઓ પોલીસ ચોપડે અગાઉ નોંધાઈ ચુક્યા છે.