સુરત : RTI કરી ખંડણી ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ, પોલીસે 2 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું...

સુરત શહેરમાં RTI કરી બિલ્ડર પાસે ખંડણી માંગનાર 2 શખ્સોની લાલગેટ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

RTI કરી ખંડણી ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ થયો

લાલગેટ પોલીસ દ્વારા 2 શખ્સોની ધરપકડ કરાય

બિલ્ડર પાસેથી માંગી હતી રૂ. 15 લાખ ની ખંડણી

પોલીસે બન્ને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું

આરોપીનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવાયો

સુરત શહેરમાં RTI કરી બિલ્ડર પાસે ખંડણી માંગનાર 2 શખ્સોની લાલગેટ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના ઝોન-3 વિસ્તારમાં આવેલ લાલગેટ પોલીસ દ્વારા 2 શખ્સોની ધરપકડ કરી જાહેરમાં સરભરા કરવામાં આવી હતી. રામપુરા વિસ્તારમાં બિલ્ડર મોહમ્મદ અલાઉદ્દીન શેખ દ્વારા બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતુંત્યારે 3 ઇસમોએ ત્યાં આવી બિલ્ડરને ધમકી આપી હતી કેતમારે આ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન કરવું હોય તો 15 લાખ રૂપિયા આપવા પડશે. જોકેબિલ્ડરે રૂપિયા નહીં આપતા આ ત્રણેય ઇસમોએ RTIનો દુરુપયોગ કરી SMCમાં અરજી આપી બિલ્ડીંગનો પાછળનો વધારાનો ભાગ તોડાવી નાખ્યો હતો. ત્યારબાદ પણ આ ઇસમો નહીં અટકતા વારંવાર હેરાન પરેશાન કરતા બિલ્ડરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મોહમ્મદ જૂનેદ અકબર અન્સારી અને મોહમ્મદ આમિર હસીમ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે અન્ય ફરાર આરોપી મોહમ્મદ રિઝવાનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જોકેસુરતમાં અન્ય કોઈ ગેંગ આવું કૃત્ય કરી લોકોને પરેશાન ન કરે તે માટે પોલીસે બન્ને શખ્સોની જાહેરમાં સરભરા કરી હતી. DCP સહિત સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરે લાલગેટ વિસ્તારમાં બન્ને આરોપીનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

 

Latest Stories