ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલનો ચુકાદો,બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને 6 મહિનાની સજા

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટની અવમાનના સાથે જોડાયેલા કેસમાં 6 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.

New Update
shaikh haseena

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટની અવમાનના સાથે જોડાયેલા કેસમાં 6 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.આ નિર્ણય જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુજા મોજુમદારની અધ્યક્ષતાવાળી ઈન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ-1ની ત્રણ સભ્યોવાળી ખંડપીઠે સંભળાવ્યો છે.

શેખ હસીનાની સિવાય ટ્રિબ્યુનલે ગૈબાંધાના ગોવિંદગંજના શકીલ અકંદ બુલબુલને પણ આ કેસ હેઠળ બે મહિનાની કેદની સજા સંભળાવી છે. બુલબુલ ઢાકાની એક રાજકીય હસ્તી છે અને તે આવામી લીગની વિદ્યાર્થી શાખા બાંગ્લાદેશ છાત્ર લીગ સાથે જોડાયેલી હતી.

શેખ હસીના સામે અવમાનનાનો કેસ ગત વર્ષે ઓક્ટોબરમાં કથિત રૂપે શકીલ અકંદ બુલબુલ સાથે તેમના દ્વારા લીક કરવામાં આવેલા ફોન કોલ સાથે જોડાયેલો હતો. આ ઓડિયોમાં હસીનાના રૂપે ઓળખાતી એક વ્યક્તિનો અવાજ આવે છે. ઓડિયોમાં કથિત રીતે હસીના કહે છે કેમારી સામે 227 કેસ દાખલ છેતેથી મને 227 લોકોને મારવાનું લાઇસન્સ મળી ગયું છે.