અંકલેશ્વર નેશનલ હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ

નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે..

New Update

અંકલેશ્વરમાં ફરી એકવાર ટ્રાફિકજામ

નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ

5 કી.મી.સુધી વાહનોની કતાર

અનેક વાહનચાલકો અટવાયા

બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકજામનો ભરડો

અંકલેશ્વર હાઇવે પર સુરત તરફ જતી લેન પર 5 કિલો મીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. ભરુચ જીલ્લામાં  વરસાદ ખાબકતાં જિલ્લામાથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે..
ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર હાઇવે પર સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી રહી છે ત્યારે વારંવાર સજાતી ટ્રાફિકજામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલા ભરે તે અત્યંત જરૂરી છે.
Latest Stories