જુનાગઢ : ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા અનેક ગામો સંપર્ક વિહોણાં
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જુનાગઢ જીલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જુનાગઢ જીલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
નર્મદા જિલ્લામાં વહેલી સવારથી વરસેલા મુશળધાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.ચાર કલાકમાં જ અંદાજીત પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ભરૂચ અને અંકલેશ્વરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
ભરૂચમાં વર્ષે રહેલા અવિરત વરસાદના કારણે શહેરના ઉર્જા અને ફાંટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
ભરૂચ જિલ્લામાં ગતરોજ રાત્રીના શરૂ થયેલા વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જો કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર અસર પહોંચી હતી
સુરત શહેરમાં મોદી રાતથી મેઘરાજએ ધબદાટી બોલાવી છે. અત્યાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પર ભારે અસર વર્તાઇ રહી છે.
ભરુચ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ કસક સર્કલ પાસે જમા થયેલ ગટરનું દૂષિત પાણી દુર્ગંધ મારતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો