ભરૂચ: કસક સર્કલ નજીક વરસાદી પાણી સાથે ગટરનું પ્રદુષિત પાણી ફરી વળ્યું

ભરુચ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ કસક સર્કલ પાસે જમા થયેલ ગટરનું દૂષિત પાણી દુર્ગંધ મારતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો 

New Update

ભરુચ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ કસક સર્કલ પાસે જમા થયેલ ગટરનું દૂષિત પાણી દુર્ગંધ મારતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો 

દર ચોમાસાની સિઝનમાં શીતલ સર્કલ તરફથી આવતી ગટર લાઇનનું દૂષિત દુર્ગંધ પાણી વરસાદી વાતાવરણમાં ભરુચના કસક સર્કલ પાસે જમા થતું હોય છે.હાલ બે દિવસથી ભરુચ શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે.ત્યારે શીતલ સર્કલ તરફથી અંડર ગ્રાઉન્ડ ગટરનું દૂષિત પાણી કસક સર્કલ પાસે જમા થતાં વરસાદી પાણી સાથે ભળી જતાં અત્યંત દુર્ગંધ મારતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.ત્યારે ભરુચ નગર પાલિકા યોગ્ય પગલાં ભરી કેટલાક ચોકઅપ ગટરો સાફ કરાવે તો વરસાદી પાણી સાથે દૂષિત પાણી સીધું કાંસ વાટે નિકાલ કરી શક્ય તેમ છે.
Latest Stories