જૂનાગઢ: સતત વરસી રહેલા વરસાદથી ઘેડ પંથકમાં અત્ર તત્ર સર્વત્ર જળ જ જળ

જુનાગઢ જિલ્લામાં સતત અનરાધાર વરસાદથી જિલ્લાભરના નદી નાળા છલકાતા અત્ર તત્ર સર્વત્ર પાણીજ પાણી

New Update

જુનાગઢ જિલ્લામાં સતત અનરાધાર વરસાદથી જિલ્લાભરના નદી નાળા છલકાતા અત્ર તત્ર સર્વત્ર પાણીજ પાણી

જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની કૃપા વરસતા નદી નાળાઓમાં પૂર આવ્યા હતા અને સાથે સાથે જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ હતી. બાંટવા ખારો,ઓઝત-2,ઓઝત વંથલી,ઓઝત શાપુર,સાબલી,આંબાજળ,ઓઝત વિયર આણંદપૂર,ઉબેણ વિયર કેરાળા અને ભાખરવડ ડેમ ઓવરફલો થયા હતા. જેમાં ઓઝત વંથલીનાં 12,ઓઝત શાપુરનાં 10,સાબલીનાં 7,બાંટવા ખારોનાં 3 અને ઓઝત-2 ડેમનાં 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

જ્યારે આંબાજળ ડેમનો 1 દરવાજો ખોલી જળાશયનું રુલ લેવલ જાળવવા નદી નાળામાં પાણી છોડવામાં આવ્યું હતું. સતત મેઘમહેરથી જીવનજીવન પ્રભાવિત થયું હતું અનેક દાતાર અને ગિરનાર પર્વત પર પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા જેના પરિણામે કાળવા નદી પણ બે કાંઠે થઈ હતી. આ સાથે શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયું હતું. અવિરત વરસાદથી જય જુઓ ત્યાં પાણીજ પાણી છે ખેતરો પણ પાણીથી તરબતર થઈ ગયા છે તો કયા વધારે પાણીના પ્રવાહને કારણે જમીનનું ધોવાણ પણ થયું છે..

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.