/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/23193345/maxresdefault-323.jpg)
કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. જિલ્લાના મધ્યમ સિંચાઈના 20 ડેમોમાં હજી પણ 40 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
કચ્છ જિલ્લામાં ગતવર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો ,જેના લીધે નદી-નાળાઓ છલોછલ ભરાયા હતા,જિલ્લામાં મધ્યમ સિંચાઈના 20 ડેમો આવેલા છે જેમાં હાલની સ્થિતિએ 40 ટકા પાણી હોવાનું સિંચાઈ વિભાગ જણાવે છે. ખરીફ અને રવિ સિઝન પૂર્ણ થયા બાદ પણ હાલ જિલ્લાના ડેમોમાં 40 ટકા પાણી હોવાથી ખેડૂતો ઉનાળામાં પણ સારી રીતે સિંચાઈ કરી શકશે। ડેમની વાત કરીએ તો કારાગોગા ડેમમાં 98 ટકા ,કંકાવતીમાં 72 ટકા સહિત તમામ ડેમોમાં સારા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે જેથી આગામી ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે.જોકે જોવા જઈએ તો ઉનાળા દરમિયાન એવા કેટલાક ગામો છે જ્યાં સિંચાઈ તો ઠીક પીવા માટે પાણી મળતું નથી ત્યારે સિંચાઇ વિભાગનો પૂરતા પાણીનો દાવો કેટલો સાચો પુરવાર થાય છે એ જોવાનું રહેશે.