/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-47.jpg)
જ્ઞાનના ખજાનાને પીરસાવવાનું કામ એ સૌ કોઈની ગજાની વાત નથી એ તો માત્ર સરસ્વતી માતાજીના આર્શીવાદથી શકય છે. આપણે એવા આદિવાસી પંથકના ગામની વાત કરવા જઈ રહ્યા છે કે જ્યાંથી જ્ઞાનની ગંગા સમગ્ર દેશમાં વહી રહી છે. નવસારી જિલ્લાના ચાપલધારા ગામમાં દર ત્રીજા ઘરે સરેરાશ બે લોકો વ્યવસાયે શિક્ષક છે.
નવસારી જિલ્લાનું ચાપલધારા ગામ, અહીં ગરીબ આદિવાસી પરિવારોની વસતી સવિશેષ જોવા મળે છે. પરંતુ આ ગામ તેની વિેશેષતાના કારણે ખુબ જાણીતું બન્યું છે. આ ગામમાં દર ત્રીજા ઘરે સરેરાશ એક વ્યકતિ શિક્ષકના વ્યવસાય સાથે સંકળાયેલો છે. .અમુક ઘરોમાં તો ચાર ચાર પેઢી શિક્ષકો છે. ચાપલધારા ગામના સોલંકી પરિવારે ચાર પેઢીથી શિક્ષકનો ભવ્ય વારસો જાળવી રાખ્યો છે. ગામની વસ્તી સાત હજારની છે. જેમાં ૨૨૦૦ શિક્ષકો વિવિધ જિલ્લા અને રાજ્યોમાં શિક્ષક બનીને દેશના ભાવિ નાગરિકોનું ઘડતર કરી રહયાં છે.
નિવૃત થયેલા એક હજાર શિક્ષકોને લઈને શિક્ષણ ધામના ઘડવૈયાનું ગામ કહીએ તો ખોટું નથી.ગામના નિવૃત્ત શિક્ષિકા ચંદનબેન જેઓ પણ ૪૦ વર્ષ સુધી એક શિક્ષિકા તરીકે પોતાની ફરજ બજાવી અને ગામના હજારો વિદ્યાર્થીઓને વિદ્યા આપી છે. આજે આ વિદ્યાર્થીઓ ગામમાં શિક્ષિકા અથવા શિક્ષક તરીકે ફરજ બજાવે છે.ઉમદા હેતુસર શિક્ષકના જન્મદાતા બનેલ ગામમાં હજી પણ એક નવો ચીલો ચીતરવા પ્રાથમિક શાળાના આચાર્યો થનગની રહ્યા છે. હાલ પ્રાથમિક શાળાને ડિજિટલ શાળા બનાવી છે. જેમાં ગામડાના ગરીબ લોકોના દીકરાઓ આગળી ના ઈશારે ટેબ્લેટ પર અભ્યાસ કરી રહ્યા છે.