Connect Gujarat
ટેકનોલોજી

Appleએ આ બે લેપટોપને કર્યા બંધ, 2021માં જ કર્યા હતા લોન્ચ..!

Appleએ તેના બે MacBook Pro મોડલને બંધ કરી દીધા છે. MacBook Pro 14-ઇંચ અને 16-ઇંચના મોડલને બંધ કરવામાં આવ્યા છે.

Appleએ આ બે લેપટોપને કર્યા બંધ, 2021માં જ કર્યા હતા લોન્ચ..!
X

Appleએ તેના બે MacBook Pro મોડલને બંધ કરી દીધા છે. MacBook Pro 14-ઇંચ અને 16-ઇંચના મોડલને બંધ કરવામાં આવ્યા છે. આ બંનેમાં M1 Pro અને M1 Max ચિપસેટ આપવામાં આવી હતી. આ બંને ચિપસેટ્સ 2021 માં આ બંને લેપટોપ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. સરળ શબ્દોમાં કહીએ તો, Appleએ M1 Pro અને M1 Max ચિપસેટ્સ સાથે MacBooksનું વેચાણ બંધ કરી દીધું છે.

Appleએ તેને ભારતમાં તેના ઓનલાઈન સ્ટોરમાંથી પણ કાઢી નાખ્યું છે, પરંતુ જો તમે ઈચ્છો તો તમે હજુ પણ M1 Pro અને M1 Max ચિપસેટ્સ સાથે MacBooks ખરીદી શકો છો. ક્રોમા, રિલાયન્સ ડિજિટલ અને ઇમેજિન સ્ટોર જેવા રિટેલ સ્ટોર્સમાંથી સ્ટોક ટકી રહે ત્યાં સુધી આ હજુ પણ વેચાણ પર છે.

Next Story