એપલે વિશ્વનું સૌથી પાતળું 15 ઇંચનું લેપટોપ લોન્ચ કર્યું, ભારતમાં તેની કિંમત 1.54 લાખ

ટેક કંપની એપલે સોમવારે મોડી રાત્રે તેની એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સ-WWDC23માં 15-ઇંચ ડિસ્પ્લે સાથે વિશ્વનું સૌથી પાતળું (11.5 mm) લેપટોપ MacBook Air લોન્ચ કર્યું છે.

એપલે વિશ્વનું સૌથી પાતળું 15 ઇંચનું લેપટોપ લોન્ચ કર્યું, ભારતમાં તેની કિંમત 1.54 લાખ
New Update

ટેક કંપની એપલે સોમવારે મોડી રાત્રે તેની એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સ-WWDC23માં 15-ઇંચ ડિસ્પ્લે સાથે વિશ્વનું સૌથી પાતળું (11.5 mm) લેપટોપ MacBook Air લોન્ચ કર્યું છે. ભારતમાં તેની પ્રારંભિક કિંમત 1.54 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી માટે 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. લેપટોપ ઉપરાંત એપલ દ્વારા 9મી જૂન સુધી ચાલનારી વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સમાં 3 વધુ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે. જેમાં મિશ્ર રિયાલિટી હેડસેટ વિઝન પ્રો, ડેસ્કટોપ મેક પ્રો અને સ્ટુડિયોનો સમાવેશ થાય છે. આ સિવાય Appleએ તેની ઓપરેટિંગ સિસ્ટમ iOS 17ના ફીચર્સ પણ રજૂ કર્યા છે. Apple એ iOS 17ના ફીચર્સનું અનાવરણ કર્યું છે. iOS 17માં લાઇવ વૉઇસ મેઇલ ટ્રાન્સક્રિપ્શન, ફેસટાઇમ સંદેશાઓ રેકોર્ડ કરવાની ક્ષમતા, વ્યક્તિગત સંપર્ક પોસ્ટર જેવી સુવિધાઓ મળશે. ઉપકરણ પર iOS 17 અપડેટ મેળવ્યા પછી, વપરાશકર્તાઓ FaceTime એપ્લિકેશન દ્વારા રેકોર્ડ કરેલા વીડિયો સંદેશા મોકલી શકશે. આ સાથે હવે 'હે સિરી'ને બદલે 'સિરી' કહીને વૉઇસ કમાન્ડ ફીચરનો ઉપયોગ કરી શકાશે. યુઝર્સ હવે ઓફલાઈન મેપનો પણ ઉપયોગ કરી શકશે.

#Connect Gujarat #BeyondJustNews #World #technology #Apple #launch #Company #Laptop #thinnest
Here are a few more articles:
Read the Next Article