Connect Gujarat
ટેકનોલોજી

એપલે રચ્યો ઈતિહાસ, $3 ટ્રિલિયનના માર્કેટ વેલ્યુ સાથે બની પ્રથમ કંપની

દિગ્ગજ ટેક કંપની એપલે ઈતિહાસ રચી દીધો છે. સોમવારે કંપનીનું બજાર મૂલ્ય $3 ટ્રિલિયન થયું હતું.

એપલે રચ્યો ઈતિહાસ, $3 ટ્રિલિયનના માર્કેટ વેલ્યુ સાથે બની પ્રથમ કંપની
X

દિગ્ગજ ટેક કંપની એપલે ઈતિહાસ રચી દીધો છે. સોમવારે કંપનીનું બજાર મૂલ્ય $3 ટ્રિલિયન થયું હતું. એપલનું બજાર મૂલ્ય Walmart, Disney, Netflix, Nike, Exxon Mobil, Coca-Cola, Comcast, Morgan Stanley, McDonald's, AT&T, Goldman Sachs, Boeing, IBM અને Ford કરતાં ઘણું વધારે છે.

1976માં શરૂ થયેલી Appleએ ઓગસ્ટ 2018માં એક ટ્રિલિયન ડૉલરના જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો હતો. આ સિદ્ધિ મેળવવા માટે તેને 42 વર્ષનો લાંબો રસ્તો કાપવો પડ્યો હતો. આ સાથે કંપનીનું મૂલ્ય બે વર્ષ પછી $ 2 ટ્રિલિયનને વટાવી ગયું. જ્યારે કંપનીને આગામી ટ્રિલિયન એટલે કે ત્રણ ટ્રિલિયન માર્કેટ વેલ્યુ મેળવવામાં માત્ર 16 મહિના અને 15 દિવસનો સમય લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે એપલ આ આંકડા સુધી પહોંચનારી પહેલી કંપની બની છે જેનો સાર્વજનિક રીતે વેપાર થાય છે. જો કે બજારના ડેટા અનુસાર અન્ય ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટ આ વર્ષની શરૂઆતમાં Appleના $3 ટ્રિલિયન ક્લબમાં જોડાઈ શકે છે.

Next Story