Connect Gujarat
ટેકનોલોજી

Google Pixel Watch: Googleની સ્માર્ટવોચ એપલને ડિઝાઈનના મામલે આગળ, જાણો ક્યારે થશે લોન્ચ.!

ગૂગલે તેની પ્રીમિયમ સ્માર્ટવોચ ગૂગલ પિક્સેલ વોચનું ઓફિશિયલ ટીઝર રિલીઝ કર્યું છે. આ ઘડિયાળ આવતા મહિનાની શરૂઆતમાં યોજાનારી Google ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે.

Google Pixel Watch: Googleની સ્માર્ટવોચ એપલને ડિઝાઈનના મામલે આગળ, જાણો ક્યારે થશે લોન્ચ.!
X

ગૂગલે તેની પ્રીમિયમ સ્માર્ટવોચ ગૂગલ પિક્સેલ વોચનું ઓફિશિયલ ટીઝર રિલીઝ કર્યું છે. આ ઘડિયાળ આવતા મહિનાની શરૂઆતમાં યોજાનારી Google ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. 6 ઓક્ટોબરે યોજાનારી આ ઇવેન્ટમાં Google Pixel 7 સિરીઝનો સ્માર્ટફોન પણ લૉન્ચ કરવામાં આવશે. ગૂગલ પિક્સેલ વોચના લુક ઉપરાંત કલર વેરિઅન્ટ વિશે પણ વીડિયોમાં જાણકારી સામે આવી છે. આ ઘડિયાળને બ્લેક અને પીચ કલર વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કંપનીએ આ પહેલા પોતાના ફ્લેગશિપ એન્ડ્રોઈડ ફોન Google Pixel 7 સીરીઝના લોન્ચની જાહેરાત કરી હતી. Pixel 7 અને Pixel 7 Pro આ સીરીઝ હેઠળ લોન્ચ થશે. હવે કંપનીએ Google Pixel Watchનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર અનુસાર ઘડિયાળને શાનદાર લુક અને સ્ટેનલેસ સ્ટીલ રાઉન્ડ શેપ્ડ ડિઝાઇનમાં રજૂ કરવામાં આવી છે. ઘડિયાળની રાઇડ સાઇડ પર એક ભૌતિક બટન છે. આ સિવાય આ સ્માર્ટવોચમાં હાર્ટ-રેટ મોનિટર સેન્સરથી લઈને ઘણા વોચ ફેસને સપોર્ટ કરવામાં આવશે.

લીક અનુસાર Google Pixel Watch 19,000 થી 28,000 રૂપિયાની કિંમતમાં લોન્ચ થઈ શકે છે. જોકે, કંપની દ્વારા ઘડિયાળની કિંમત અને સ્પેસિફિકેશનની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.

લોન્ચ પહેલા જ ગૂગલ પિક્સેલ વોચના સ્પેસિફિકેશન વિશે પણ માહિતી લીક થઈ ગઈ છે. લીક અનુસાર, ઘડિયાળ સ્લિમ બેઝલ્સ સાથે રાઉન્ડ OLED ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવશે. ઘડિયાળમાં Exynos 9110 પ્રોસેસર અને 1.5 GB RAM મળી શકે છે. ઉપરાંત, ઘડિયાળને સ્લીપ મોનિટર, ફિટનેસ ટ્રેકર, એનએફસી સપોર્ટ, ગૂગલ આસિસ્ટન્ટ અને ગૂગલ મેપ સાથે ઇનબિલ્ટ જીપીએસ માટે સપોર્ટ મળશે. ગૂગલ પિક્સેલ વોચની બેટરી અંગે દાવો કરવામાં આવે છે કે તેમાં 8 દિવસનું બેટરી બેકઅપ મળશે. આ સિવાય ઘડિયાળમાં લેટેસ્ટ બ્લૂટૂથ અને વાઈ-ફાઈ જેવા કનેક્ટિવિટી ફીચર્સ ઉપલબ્ધ હશે.

Next Story