Connect Gujarat
ટેકનોલોજી

ગૂગલની મોટી જાહેરાતઃ ડિસેમ્બરથી બંધ થશે આવા કરોડો જીમેલ એકાઉન્ટ

ગૂગલે એક મોટી જાહેરાત કરી છે. ગૂગલે કહ્યું છે કે તેઓ એવા તમામ ગૂગલ એકાઉન્ટ બંધ કરવા જઈ રહ્યા છે જે બે વર્ષથી એક્ટિવ નથી.

ગૂગલની મોટી જાહેરાતઃ ડિસેમ્બરથી બંધ થશે આવા કરોડો જીમેલ એકાઉન્ટ
X

ગૂગલે એક મોટી જાહેરાત કરી છે. ગૂગલે કહ્યું છે કે તેઓ એવા તમામ ગૂગલ એકાઉન્ટ બંધ કરવા જઈ રહ્યા છે જે બે વર્ષથી એક્ટિવ નથી.ગૂગલના જણાવ્યા અનુસાર, તેણે સુરક્ષાને લઈને આ નિર્ણય લીધો છે. ગૂગલના જણાવ્યા અનુસાર, જે એકાઉન્ટ બે વર્ષમાં એકવાર પણ લોગ ઈન નથી થયા તે ડિલીટ કરવામાં આવશે. તે ડિસેમ્બર 2023થી શરૂ થશે.

ગૂગલના આ નિર્ણયથી જીમેલ, ડોક્સ, ડ્રાઇવ, મીટ અને કેલેન્ડર સિવાય યુટ્યુબ અને ગૂગલ ફોટોઝની એક્સેસ પણ સમાપ્ત થઈ જશે. અહીં નોંધનીય બાબત એ છે કે Googleના આ નિર્ણયથી માત્ર અંગત Google એકાઉન્ટને જ અસર થશે, શાળા, સંસ્થા અને બિઝનેસ એકાઉન્ટને નહીં.

ગૂગલે 2020 માં કહ્યું હતું કે તે નિષ્ક્રિય એકાઉન્ટ્સની સામગ્રીને દૂર કરવા જઈ રહ્યું છે, પરંતુ તેણે કહ્યું નથી કે એકાઉન્ટ પણ કાઢી નાખવામાં આવશે. એકાઉન્ટ ડિલીટ કરતા પહેલા ગૂગલ આવા યુઝર્સને ઘણી નોટિફિકેશન મોકલી રહ્યું છે અને રિકવરી માટે કહી રહ્યું છે. ગયા અઠવાડિયે, એલોન મસ્કએ પણ કહ્યું હતું કે ઘણા વર્ષોથી ઉપયોગમાં લેવાતું ન હોય તેવા ટ્વિટર એકાઉન્ટને કાઢી નાખવામાં આવશે અને આર્કાઇવમાં મૂકવામાં આવશે.

Next Story