નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે આપણા સૌરમંડળની બહાર બીજા એક્ઝોપ્લેનેટની શોધ કરી છે. ખગોળશાસ્ત્રીઓને તેના વાતાવરણમાં વોટર વેપર (વરાળ) અને ગેસ મળી આવ્યા છે. મતલબ કે આ ગ્રહ પર પાણી છે. આ ગ્રહને WASP-18b નામ આપવામાં આવ્યું છે. તે પૃથ્વીથી 400 પ્રકાશ વર્ષ દૂર છે.
2009માં નાસાના ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (TESS), હબલ અને સ્પિત્ઝર ટેલિસ્કોપની મદદથી આ ગ્રહની શોધ કરવામાં આવી હતી. હવે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી તેના પર પાણી મળી આવ્યું છે. તે ગુરુ કરતાં 10 ગણો મોટો દેખાય છે. અહીં એક વર્ષ 23 કલાક બરાબર છે. તેને અલ્ટ્રા હોટ ગેસ જાયન્ટ કહેવામાં આવી રહ્યું છે. કારણ કે WASP-18b પર તાપમાન 2,700 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે. વૈજ્ઞાનિકોના મતે આના કારણે પાણી વરાળ બનીને વાતાવરણમાં ફેલાઈ ગયું. નાસાએ સમજાવ્યું કે ગ્રહ હંમેશા તેના તારાની સામે હોય છે, જેમ ચંદ્રની એક બાજુ હંમેશા પૃથ્વીનો સામે હોય છે.