Connect Gujarat
ટેકનોલોજી

વિશ્વની ટેક ઇન્ડસ્ટ્રીમાં મંદીના ભણકારા ? ભારત પર થશે અસર !

શું દુનિયામાં મંદીના ભણકારા વાગી રહ્યા છે? ફેસબુક, ટ્વિટર, એમેઝોન સહિત દિગ્ગજ કંપનીઓ જે રીતે છટણી કરી રહી છે

વિશ્વની ટેક ઇન્ડસ્ટ્રીમાં મંદીના ભણકારા ? ભારત પર થશે અસર !
X

શું દુનિયામાં મંદીના ભણકારા વાગી રહ્યા છે? ફેસબુક, ટ્વિટર, એમેઝોન સહિત દિગ્ગજ કંપનીઓ જે રીતે છટણી કરી રહી છે અને ભરતી પર પ્રતિબંધ લગાવ્યો છે, જેનાથી સવાલ ઉઠી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં ટેક ઇન્ડસ્ટ્રીમાં તેજી જોવા મળી હતી અને હવે આ સેક્ટરમાં શરૂ થયેલી છટણી ચિંતા વધારી દીધી છે નિષ્ણાતોનું માનવું છે કે આની અસર ભારત પર પણ થશે.ભારતમાં ટેક અને એજ્યુ ટેક કંપનીઓ મોટા પાયા પર લોકોને નોકરી માંથી બહાર કાઢી રહી છે.Byju's સહિત ઘણી કંપનીઓ માં જે રીતે લોકોને બહાર કરવામાં આવ્યા છે, તેનાથી સવાલ ઉઠી રહ્યાં છે.

એમેઝોને જાહેરાત કરી છે કે તે કેટલાક પદો પર ભરતી કરશે નહીં. તો એપલનું કહેવું છે કે તે પણ કેટલાક વિભાગોમાં ભરતી પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. થોડા સમય પહેલા દિગ્ગજ ટેક કંપની ગૂગલ અને ફેસબુકે પણ નવી ભરતી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય કેટલાક સ્ટાર્ટઅપ્સ પણ મોટા પાયા પર છટણી કરી છે. ટ્વિટરે તો એક દિવસમાં ઘણા કર્મચારીઓને બહાર કરી દીધા છે. આ સ્થિતિ તેવી કંપનીઓ છે, જેણે મોટા પાયે કમાણી કરી છે કે ફન્ડિંગ મળ્યું છે. પરંતુ નફામાં ઘટાડો અને મંદીની શક્યતાએ આ કંપનીને ખર્ચમાં ઘટાડો કરવા મજબૂર કરી છે. કેપીએમજી એક સર્વે પ્રમાણે આગામી કેટલાક મહિનામાં અન્ય કંપનીઓ છટણી કરી શકે છે. કોરોના કાળમાં ઓનલાઇન કંપનીઓ સાથે જે રીતે યૂઝર જોડાયા હતા, હવે તે આંકડો ઘટવા લાગ્યો છે. ઓનલાઇન કોન્ટેન્ટ વધુ ઉપયોગ કરવાની જગ્યાએ દુનિયા ફરી પહેલાની સ્થિતિ પર પરત ફરી રહી છે. દુનિયાની મોટી કંપની એમેઝોન હોય કે પછી ભારતની એજ્યુ ટેક કંપની Byju's બધા નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એમેઝોનનો નફો પાછલા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં મુકાબલે આ વખતે 22 ટકા ઓછો રહ્યો છે. કંપનીનું કહેવું છે કે માંગમાં ઘટાડો થયો છે. તેવામાં એમેઝોને નવી ભરતી બંધ કરી દીધી છે. વોલ સ્ટ્રીટ જર્નલ પ્રમાણે ફેસબુક ની માલિકી હક વાળી કંપની મેટામાં કર્મચારીઓની છટણી થઈ શકે છે.

Next Story