ટ્વિટરમાં સરકાર અને કંપનીઓના હેન્ડલ પર હવે Official લેબલ દેખાશે.!

એલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા ત્યારથી કંપનીમાં ઉથલપાથલ ચાલી રહી છે. અહેવાલ છે કે 10 નવેમ્બરથી તમામ ટ્વિટર યુઝર્સે ટ્વિટરનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડશે.

New Update
ટ્વિટરમાં સરકાર અને કંપનીઓના હેન્ડલ પર હવે Official લેબલ દેખાશે.!

એલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા ત્યારથી કંપનીમાં ઉથલપાથલ ચાલી રહી છે. અહેવાલ છે કે 10 નવેમ્બરથી તમામ ટ્વિટર યુઝર્સે ટ્વિટરનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. દરમિયાન એક ભૂતપૂર્વ ટ્વિટર એન્જિનિયરે દાવો કર્યો છે કે તેણે મહત્વપૂર્ણ દસ્તાવેજોને સાચવવા માટે એક સાધન વિકસાવ્યું છે. એન્જિનિયર ઈમેન્યુઅલ કોર્નેટે આ અંગે યુએસ નેશનલ લેબર રિલેશન બોર્ડમાં ફરિયાદ નોંધાવી છે.

દરમિયાન ટ્વિટરમાં સત્તાવાર રીતે ફેરફારો શરૂ થયા છે. હવે સત્તાવાર હેન્ડલને "Official" તરીકે લેબલ કરવામાં આવી રહ્યું છે. આ લેબલ પણ હવે ટ્વિટરના હેન્ડલ પર જોઈ શકાય છે જો કે આ લેબલ અત્યારે ભારતમાં દેખાતું નથી.

નવા ફેરફાર પછી, આવા લેબલ સત્તાવાર ટ્વિટર હેન્ડલ, મીડિયા હાઉસના ટ્વિટર હેન્ડલ્સ અને કોઈપણ સંસ્થાના ટ્વિટર હેન્ડલ પર જોવા મળશે. લેબલીંગ $8 Twitter બ્લુ સબ્સ્ક્રિપ્શનના લોન્ચ સાથે શરૂ થશે. આ માહિતી પ્રોડક્ટ મેનેજર એસ્થર ક્રોફોર્ડે આપી છે.

Latest Stories