ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર વહેલી સવારે થયુ ડાઉન

આજે સવારે 6 વાગ્યે ટ્વિટર જ નહીં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર જ્યારે યુઝર્સે લોગ ઇન કર્યું,

New Update
ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર વહેલી સવારે થયુ ડાઉન

આજે સવારે 6 વાગ્યે ટ્વિટર જ નહીં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર જ્યારે યુઝર્સે લોગ ઇન કર્યું, ત્યારે તેમને ઘણી ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કારણ કે ટ્વિટર સાથે-સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સ પોસ્ટ કરી શકતા ન હતા. કેટલાક યૂઝર્સે તેને ટેક્નિકલ સમસ્યા ગણાવે છે. આજે ગુરુવારે સવારે 6 વાગ્યાથી ટ્વિટર ડેક ડાઉન છે. જેના કારણે યુઝર્સ ટ્વીટ ડેકને લોગીન કરી શકતા નથી. કંપનીનું કહેવું છે કે લોકોને થયેલી અસુવિધા માટે તે દિલગીર છે. તેને ઠીક કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.એક રિપોર્ટ અનુસાર, યુઝર્સે બુધવાર બપોરથી જ સાઈટ ડાઉન હોવાની ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું.

ટ્વિટ કરવાનો પ્રયાસ કરી રહેલા લોકોને સાઇટ પર દૈનિક પોસ્ટિંગ મર્યાદા ઓળંગવા અંગેનો સંદેશ મળ્યો. એક રિપોર્ટ અનુસાર, ઈન્ટરનેટ ક્રેશ ટ્રેકિંગ સાઈટ ડાઉન ડિટેક્ટર શોધી કાઢ્યું છે કે યુકેમાં રાત્રે 9.47 પછી માઇક્રોબ્લોગિંગ સાઈટ સાથે સમસ્યા ની ફરિયાદ કરનારા યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે. હેશટેગ 'ટ્વિટર ડાઉન' ટૂંક સમયમાં જ ટ્રેન્ડ થવા લાગ્યું અને ઘણા યુઝર્સે પરિસ્થિતિ પર મીમ્સ શેર કર્યા. જ્યારે કેટલાક તેમના એકાઉન્ટમાંથી લૉગ આઉટ થયા હતા, ત્યારે અન્ય સુવિધાઓ જેમ કે ડાયરેક્ટ મેસેજ, રીટ્વીટ અને ટ્વિટર મોબાઇલ પણ વિશ્વભરના યુઝર્સ માટે કામ કરી રહ્યા ન હતા. એટલું જ નહીં કેટલાક યુઝર્સને નવો મેસેજ મોકલવા પર પોપ અપ મેસેજ મળી રહ્યો હતો કે 'તમે ડેલી લિમિટ વટાવી દીધી છે. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Downdetector.com અનુસાર, અમેરિકામાં મેટા પ્લેટફોર્મ ઇન્કના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બુધવારે ડાઉન હતા.12,000થી વધુ ફેસબુક યુઝર્સ એ સમસ્યા ની ફરિયાદ કરી અને જ્યારે ઇન્સ્ટાગ્રામ યુઝર્સે પણ આ અંગેની ફરિયાદ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર સમસ્યા આવી રહી હોવાની 7000 જેટલી ફરિયાદ સામે આવી છે.DownDetector તેના પ્લેટફોર્મ પર યુઝર દ્વારા સબમિટ કરેલી ખામીઓ સહિત બહુવિધ સ્ત્રોતોમાંથી સ્ટેટસ રિપોર્ટ જોડીને આઉટેજ ટ્રેક કરે છે. 

Read the Next Article

ટ્રમ્પે મસ્કને ઝટકો આપ્યો? જાણો કેમ યુએસ એરફોર્સે સ્પેસએક્સના રોકેટ પરીક્ષણને મુલતવી રાખ્યું

યુએસ લશ્કરી પ્રકાશન સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઇપ્સના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ પરીક્ષણ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. આ પરીક્ષણ પેસિફિક મહાસાગરના એક નાના ટાપુ પર થવાનું હતું.

New Update
MUSK VS TRUMP

ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્કની મિત્રતા હવે દુશ્મનીમાં ફેરવાઈ ગઈ છે. બંને પક્ષો એકબીજા પર ઉગ્ર પ્રહારો કરી રહ્યા છે. ટ્રમ્પના 'બિગ બ્યુટીફુલ બિલ'થી ગુસ્સે થયેલા એલોન મસ્કે હવે એક નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, ટ્રમ્પે પણ એલોન મસ્કને ઝટકો આપવાનું શરૂ કરી દીધું છે. મસ્કની કંપનીઓને યુએસ સરકાર તરફથી હજારો કરોડના કોન્ટ્રાક્ટ મળ્યા છે. મસ્કની કંપનીઓ યુએસ એરફોર્સ અને નાસા સાથે મળીને ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે. યુએસ એરફોર્સ એલોન મસ્કની કંપની સ્પેસએક્સના સહયોગથી હાઇપરસોનિક કાર્ગો ડિલિવરીનું પરીક્ષણ કરવા જઈ રહી હતી. પરંતુ, હવે આવું થશે નહીં.

યુએસ લશ્કરી પ્રકાશન સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઇપ્સના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ પરીક્ષણ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. આ પરીક્ષણ પેસિફિક મહાસાગરના એક નાના ટાપુ પર થવાનું હતું. આ પ્રોજેક્ટમાં, આવા રોકેટ રી-એન્ટ્રી વાહનોનું લેન્ડિંગ પરીક્ષણ કરવાનું હતું, જે લગભગ 90 મિનિટમાં પૃથ્વીના કોઈપણ ખૂણામાં 100 ટન સુધીનો માલ પહોંચાડવામાં સક્ષમ છે. હાલમાં, એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે આ પરીક્ષણ મુલતવી રાખવામાં આવ્યું છે.

એક મીડિયા રિપોર્ટ બાદ સ્પેસએક્સના હાઇપરસોનિક રોકેટ કાર્ગો ડિલિવરીનું પરીક્ષણ મુલતવી રાખવામાં આવ્યું છે જેમાં જીવવિજ્ઞાનીઓ અને નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ પ્રોજેક્ટ જોનસ્ટન એટોલ પર રહેતા દરિયાઈ પક્ષીઓની પ્રજાતિઓને નુકસાન પહોંચાડી શકે છે. જોનસ્ટન એટોલ હવાઈથી લગભગ 1,300 કિમી દક્ષિણપશ્ચિમમાં એક અમેરિકન પ્રદેશ છે. વાયુસેનાએ અગાઉ કહ્યું હતું કે તે આ પ્રોજેક્ટનું પર્યાવરણીય મૂલ્યાંકન કરશે, પરંતુ પર્યાવરણીય જૂથોના વિરોધ બાદ તેને મુલતવી રાખવામાં આવ્યું હતું.

દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે હાઇપરસોનિક કાર્ગો ડિલિવરીના પરીક્ષણ વિશે ઘણી વાતો કહેવામાં આવી રહી છે. યુએસ વાયુસેનાએ પરીક્ષણ મુલતવી રાખવાનું કારણ દરિયાઈ પક્ષીઓ પર તેની પ્રતિકૂળ અસરો ગણાવી છે. પરંતુ, ઘણા લોકો માને છે કે ટ્રમ્પે એલોન મસ્કને ઝટકો આપવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. હાલમાં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વાયુસેના પરીક્ષણ માટે વૈકલ્પિક સ્થળો શોધી રહી છે.

એલોન મસ્કની નવી કંપનીઓ - ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ યુએસ સરકાર સાથે સંકળાયેલા છે. એલોન મસ્કની કંપનીઓને અમેરિકાની 17 સરકારી એજન્સીઓ પાસેથી લગભગ 25 હજાર કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ મળ્યા છે. હવે જો આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે છે, તો મસ્કને ઘણું નુકસાન થશે. એ પણ નોંધનીય છે કે ટ્રમ્પે આના સંકેતો પણ આપ્યા છે. તાજેતરમાં ટ્રમ્પે કહ્યું હતું કે ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓ સાથે સરકારી કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવા એ બજેટ ઘટાડવાનો સૌથી સરળ રસ્તો છે.