Connect Gujarat
ટેકનોલોજી

ટ્વિટરના દરેક વિભાગમાં થશે છટણી, એલન મસ્ક એકમાત્ર ડાયરેક્ટર...

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક બન્યા બાદ ઝડપી નિર્ણયો લઈ રહ્યા છે.

ટ્વિટરના દરેક વિભાગમાં થશે છટણી, એલન મસ્ક એકમાત્ર ડાયરેક્ટર...
X

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક બન્યા બાદ ઝડપી નિર્ણયો લઈ રહ્યા છે. કંપનીએ ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ઘણા અધિકારીઓ હટાવ્યા બાદ હવે મસ્કે કંપનીના બધા બોર્ડ ડાયરેક્ટરોને રજા આપી દીધી છે. હવે એલન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડાયરેક્ટર છે.

એક રિપોર્ટ અનુસાર, એલન મસ્કના નજીકના લોકોએ જાણકારી આપી છે કે, ટ્વિટરના 25 ટકા કર્મચારીઓને નોકરીમાંથી બહાર કરવામાં આવી શકે છે. મસ્કે છટણીના મુદ્દા પર તેની સાથે ચર્ચા કરી છે. મસ્કના એક સહયોગી વીકેન્ડ પર ટ્વિટરના બાકી વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા, જેમાં ટ્વિટરના કન્ટેન્ટ મોડરેશન સિવાય 25 ટકા કર્મચારીઓને છટણી મુદ્દા પર વાત થઈ છે. ઘણા વર્ષો સુધી મસ્કનું પ્રતિનિધિત્વ કરનાર એક પ્રસિદ્ધ સેલિબ્રિટી વકીલ એલેક્સ સ્પેરો આ ચર્ચામાં મુખ્ય રૂપથી સામેલ રહ્યા હતા. સ્પેરો ટ્વિટર પર લીગલ, સરકારી સંબંધ, પોલિસી અને માર્કેટિંગ સહિત ઘણી ટીમોના મેનેજમેન્ટમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. લાંબા સમયથી મસ્કના સહયોગી રહેલા ડેવિડ સૈક્સ અને જેસન કેલકેનિસ વીકેન્ડમાં કંપની ડાયરેક્ટરમાં જોવા મળી રહ્યાં છે. આ બંને પાસે કંપનીના સત્તાવાર ઈમેલ હતા, અને તેનું શીર્ષક 'સ્ટાફ સોફ્ટવેર એન્જિનિયર' હતું. ડિરેક્ટરીમાં મસ્કનું શીર્ષક CEO હતું. છટણીના પ્રથમ રાઉન્ડમાં 7000 કર્મચારીઓમાંથી લગભગ ચોથા ભાગના લોકોને બહાર કરવામાં આવી શકે છે. આ છટણી દરેક વિભાગમાં થશે. આવનારા દિવસોમાં સેલ્સ, પ્રોડક્ટ, એન્જિનિયરિંગ, લીગલ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓના વિશેષ રૂપથી પ્રભાવિત થવાની આશા છે.

Next Story
Share it