અભિનેતામાંથી નેતા બનેલા અને ‘તમિલગા વેત્રી કઝગમ‘ (TVK) ના પ્રમુખ થલાપતિ વિજય હવે તમિલનાડુના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. શનિવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર સાથેની મુલાકાત બાદ વિજયને સરકાર બનાવવાનું સત્તાવાર આમંત્રણ મળી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સી. જોસેફ વિજય આવતીકાલે ૩.૧૫ કલાકે શપથ ગ્રહણ કરશે. 

૧૯૬૭ પછી આ પ્રથમ વખત છે જ્યારે તમિલનાડુમાં બે મુખ્ય દ્રવિડ પક્ષો (DMK અને AIADMK) સિવાયના કોઈ ત્રીજા પક્ષનો નેતા બનશે છેલ્લા ૬૦ વર્ષથી ચાલતા પરંપરાગત પક્ષોના વર્ચસ્વનો અંત લાવી વિજયે રાજ્યમાં નવી રાજકીય શક્તિ તરીકે ઉભરી આવ્યા છે. 

તમિલનાડુની 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 118 ધારાસભ્યોના સમર્થનની જરૂર હોય છે. વિજયની પાર્ટી TVK એ 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી, પરંતુ બહુમતીથી થોડી દૂર હતી. વિજય પોતે બે બેઠકો પરથી જીત્યા હોવાથી, નિયમ મુજબ એક બેઠક છોડતા પાર્ટીનું સંખ્યાબળ 107 થયું હતું. જોકે, શનિવારે VCK અને IUML જેવા પક્ષોએ ‘બિનશરતી સમર્થન‘ જાહેર કરતા વિજય પાસે 121 ધારાસભ્યોનું સંખ્યાબળ થઈ ગયું છે. 

TVKને સમર્થન કરનારા પક્ષોની વિગત:-

•  કોંગ્રેસ: 05 ધારાસભ્યો

•  CPI: 02 ધારાસભ્યો

•  CPI(M): 02 ધારાસભ્યો

•  VCK: 02 ધારાસભ્યો

•  IUML: 02 ધારાસભ્યો