પરિણીતી ચોપરા અને આપના નેતા રાઘવ ચઢ્ઢા સાથે ટૂક જ સમયમાં લગ્ન કરશે. બંનેના લગ્ન આલીશાન મહેલમાં જવા જઇ રહ્યા છે. ઉદયપુરની સૌથી લક્ઝરીયસ હોટેલ લીલા પેલેસમાં પંજાબી રીતિ રિવાજ મુજબ બંને લગ્ન કરશે. આ માટે પેલેસમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. લગ્ન માટે મહેલને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. બંનેના લગ્ન માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવશે. ઉદયપુરનો લીલા પેલેસ પીચોલા તળાવની કિનારે છે. જ્યાં સૂર્યાસ્ત પછીનો નજારો ખૂબ જ મનોહર લાગે છે. લીલા પેલેસના એક રૂમનું એક રાતનું ભાડું 8 લાખ રૂપિયા છે. આ પેલેસમાં લાઉંજ, સૈલૂન એક આઉટ ડોર પૂલ, સ્પા, બોટિંહ, લાઇવ ફોક મ્યુઝિક જેવી સુખ સુવિધા આપવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, પરિણીતિ અને રાઘવની સગાઇ આ વર્ષે મે માસમાં થઇ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં એ સમયે ખૂબ વાયરલ થઇ હતી.