• નવા તવરા ગામના મતદારોને હાલાકીનો સામનો

  • મતદારોને 2 કિમી દૂર મતદાન મથકે જવું પડ્યું

  • જુના તવરા ગામે જવાનું હોવાથી મતદારોમાં આક્રોશ

  • વૃદ્ધ મતદારોને મતદાન મથક પહોંચતા ભારે હાલાકી

  • પોતાના ગામમાં જ મતદાન મથક અપાય તેવી માંગ 

ભરૂચ તાલુકાના નવા તવરા ગામના ગ્રામજનોને 2 કિલોમીટર દૂર જુના તવરા ગામ સ્થિત પી.એમ. શ્રી પ્રાથમિક શાળા મતદાન મથક ઉપર મતદાન કરવા જવાનું હોવાથી મતદાતાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છેત્યારે ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ઘર આંગણે મતદાન મથક હોવા છતાં નવા તવરા ગામના વોર્ડ નં. 7ના 1,100થી વધુ મતદાતાઓને દોઢથી 2 કિલોમીટર દૂર જુના તવરા ગામ સ્થિત પી.એમ. શ્રી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા જવાનું હોવાથી મતદાતાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

એટલું જ નહીંવૃદ્ધ મતદારોને પણ ચાલીને મતદાન મથક સુધી પહોંચતા ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છેત્યારે નવા તવરા ગામના લોકો એકત્ર થઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો મતદાન કર્યું પણ આવનાર સમયમાં જો મતદાન મથક પોતાના ગામમાં નહીં આવે તો સમગ્ર ગામ આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.