ભરૂચના આમોદ તાલુકાના માંગરોળ અને મછાસરા ગામ વચ્ચે આજે ખેડૂતનું ટ્રેક્ટર અકસ્માતનો ભોગ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેક્ટર મેઈન રોડ પરથી અચાનક કાબૂ ગુમાવતા રોડની બાજુના ખાડામાં પલ્ટી મારી ગયું હતું.આ અકસ્માતમાં દેણવા ગામના જગદીશ વસાવા તેમજ રાધાબેન પરમાર ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે આમોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાને લઈ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.