Connect Gujarat
ટ્રાવેલ 

રામનવમી પર અવશ્ય મુલાકાત લો, ભગવાન શ્રી રામના આ 5 મંદિરોની...

રામનવમી પર અવશ્ય મુલાકાત લો, ભગવાન શ્રી રામના આ 5 મંદિરોની...
X

ચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે રામનવમી આ વર્ષે રામ નવમીનો તહેવાર 30 માર્ચે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. હિંદુ કેલેન્ડર પ્રમાણે ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં થયો હતો. આ દિવસે ભક્તો શ્રી રામની જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. અયોધ્યામાં શ્રી રામના ઘણા મંદિરો છે, તે ભગવાન રામનું જન્મસ્થળ છે.રામનવમીના અવસર પર અહીં ભક્તોની ભારે ભીડ હોય છે, પરંતુ અયોધ્યા સિવાય દેશના અનેક સ્થળોએ ભગવાન શ્રી રામના સુંદર મંદિરો આવેલા છે. તો આવો જાણીએ આ મંદિરો વિશે...

રઘુનાથ મંદિર :-


આ મંદિર જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. રઘુનાથ મંદિર ભક્તોમાં ખૂબ પ્રખ્યાત છે. મંદિરમાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની વિશાળ મૂર્તિઓ છે. આ સિવાય તમને અહીં રામાયણ અને મહાભારતના પાત્રોની ઝલક પણ જોવા મળશે.

રામ રાજા મંદિર :-


રામ રાજા મંદિર ઓરછા, મધ્ય પ્રદેશમાં આવેલું છે. અહીં ભગવાન શ્રી રામને રાજા તરીકે પૂજવામાં આવે છે. જો કે આખા વર્ષ દરમિયાન ભક્તોની ભીડ રહે છે, પરંતુ રામ નવમીના અવસર પર અહીં અદભૂત નજારો જોવા મળે છે.

કાલારામ મંદિર :-


જો કે નાસિકમાં શ્રી રામના એકથી વધુ સુંદર મંદિરો છે, પરંતુ કાલારામ મંદિર ખૂબ જ લોકપ્રિય છે. આ મંદિરનું આકર્ષણ ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. આ રામનવમીએ તમારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી.

રામાસ્વામી મંદિર :-


રામાસ્વામી મંદિર દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર ભગવાન રામને સમર્પિત છે. આ સુંદર મંદિર તમિલનાડુમાં આવેલું છે. રામ નવમી પર આ મંદિરની મુલાકાત લેવી ભક્તો માટે એક અદ્ભુત અનુભવ થાય છે.

રામચૌરા મંદિર :-


રામચૌરા મંદિર બિહારના હાજીપુર જિલ્લામાં આવેલું છે. તે પ્રખ્યાત પર્યટન સ્થળોમાનું એક છે. રામ નવમી નિમિત્તે આ મંદિરની સજાવટ પ્રવાસીઓને મોહિત કરે છે. એવું માનવામાં આવે છે કે જનકપુર જતી વખતે ભગવાન શ્રી રામે અહીંયા દર્શન કર્યા હતા.

Next Story