Connect Gujarat
ટ્રાવેલ 

ઠંડીમાં ચહેરાની સુંદરતા વધારવા માટે લગાવો આ વસ્તુ, મલાઈ સાથે આ વસ્તુ લગાવવાથી નિખારશે ત્વચા....

શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ ગઇ છે. ત્યારે ત્વચાની સારસંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી બને છે.

ઠંડીમાં ચહેરાની સુંદરતા વધારવા માટે લગાવો આ વસ્તુ, મલાઈ સાથે આ વસ્તુ લગાવવાથી નિખારશે ત્વચા....
X

શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ ગઇ છે. ત્યારે ત્વચાની સારસંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી બને છે. ઠંડા વાતાવરણમાં દુધ આપણા સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તેની મલાઈ પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મલાઈમાં એવા ઘણા પોષકતત્વો આવેલા હોય છે. જે તમારા ચહેરાના રંગને નિખારે છે. મલાઈની મદદથી ચહેરાને મોઇશ્ચરાઇઝર મળે છે. આ સિવાય દૂધની મલાઈ લગાવવાથી ચહેરો કોમળ બને છે. તો ચાલો જાણીએ ચહેરા પર મલાઈ લગાવવાના ફાયદા...

મલાઈ સાથે કઈ વસ્તુઓ મિક્સ કરવાથી ચહેરાનો નિખાર વધે છે?

· મલાઈ અને હળદર

મલાઈ અને હળદર એકસાથે મિક્સ કરીને લગાવવાથી ચહેરો ચમકદાર બને છે. જો તમારી ત્વચા શુષ્ક હોય તો હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી તમને ફાયદો થશે. કારણ કે મલાઈ ત્વચાને સૂર્યના કિરણોથી બચાવે છે.

· મલાઈ અને મધ

મલાઈ સાથે મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો મુલાયમ બને છે. મધ અને મલાઈને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો મોઈશ્ચ્રઇઝર રહે છે.

· મલાઈ અને ચણાનો લોટ

જો તમે દરરોજ તમારા ચહેરા પર મલાઈ સાથે ચણાનો લોટ લગાવો છો તો તમારા ચહેરા પરના મરુત કોષો દૂર થાય છે. આ સાથે aઅ ફેસપેક નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી ત્વચાની કાળાશ દૂર થાય છે.

Next Story