Connect Gujarat
ટ્રાવેલ 

શું તમે જાણો છો કે ભરતામાં તે સ્થાનો કે જ્યાં નાતાલની ઉજવણી ખૂબ ખાસ રીતે થાય છે...

ખ્રિસ્તી સમુદાયનો તહેવાર નાતાલને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ડિસેમ્બર એ વર્ષનો એવો મહિનો છે

શું તમે જાણો છો કે ભરતામાં તે સ્થાનો કે જ્યાં નાતાલની ઉજવણી ખૂબ ખાસ રીતે થાય છે...
X

ખ્રિસ્તી સમુદાયનો તહેવાર નાતાલને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ડિસેમ્બર એ વર્ષનો એવો મહિનો છે કે જ્યારે ઘણી ઓફિસો અને શાળાઓમા ક્રિસમસથી લઈને નવા વર્ષ સુધીની રજા હોય છે, તો આ નાતાલનો તહેવાર 25મી ડિસેમ્બર, સોમવારના રોજ આવી રહ્યો છે, આનો અર્થ એ છે કે મુસાફરી કરનારાઓ માટે ખૂબ જ શુભ સમય છે. માટે આ નાતાલની રજાઓમાં તમે આ સ્થળો પર જઈ શકો છો અને રજાઓનો આનંદ મણિ શકો છો, તો ચાલો જાણીએ આ સ્થળો વિષે...

ગોવા :-

ગોવામાં હંમેશા પ્રવાસીઓની ભીડ જોવા મળે છે, પરંતુ ડિસેમ્બરમાં તે વધુ હોય છે. દૂર-દૂરથી પ્રવાસીઓ આ મહિનાની શરૂઆતમાં અહીં પહોંચે છે અને નવા વર્ષ પછી નીકળી જાય છે. ગોવામાં, નાઇટ લાઇફ અલગ છે, પરંતુ ક્રિસમસ પણ અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ક્રિસમસ દરમિયાન માત્ર ચર્ચ જ નહીં પરંતુ રસ્તાઓ અને ઈમારતોને પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. જે આ સ્થળની સુંદરતામાં વધુ વધારો કરે છે.

પોંડિચેરી :-

પોંડિચેરીને ભારતનું "લિટલ ફ્રાન્સ" પણ કહેવામાં આવે છે. કારણ કે ફ્રેન્ચોએ અહીં લાંબા સમય સુધી શાસન કર્યું હતું. અહીં મોટી સંખ્યામાં ખ્રિસ્તી લોકો રહે છે, જેના કારણે નાતાલની ચમક પણ વધી જાય છે. તમે ક્રિસમસ લોંગ વીકએન્ડ દરમિયાન અહીં આવવાનું પ્લાનિંગ પણ કરી શકો છો. અહીં ફરવા માટે ઘણી અદ્ભુત જગ્યાઓ છે.

કેરળ :-

કેરળ મોટાભાગના ભારતીયોનું પ્રિય સ્થળ છે. લોકો ત્યાં જવાનું પ્લાનિંગ કરતા રહે છે, તેથી જો તમે પણ ઘણા સમયથી અહીં આવવાનું વિચારી રહ્યા છો, તો કેરળ ફરવા જવાની આ શ્રેષ્ઠ તક છે. અહીં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મના લોકો રહે છે. જેના કારણે તમે અહીં હાજર દરેક ચર્ચમાં આ તહેવારની જાહોજલાલી જોવા મળે છે.

સિક્કિમ :-

તમે નોર્થ ઈસ્ટમાં સિક્કિમમાં આવીને પણ ક્રિસમસ ફેસ્ટિવલની મજા માણી શકો છો. ડિસેમ્બર મહિનામાં સિક્કિમમાં ખૂબ જ ઠંડી હોય છે, પરંતુ આ સિઝન ઘણી જગ્યાઓ ફરવા માટે પણ શ્રેષ્ઠ છે, તેથી રજાઓમાં જઈ અને અહીં નાતાલના તહેવારની મજા મણિ શકાય છે.

Next Story