ચહેરા પર જામેલા બ્લેક હેડ્સને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપચાર, મળશે રાહત....

તમારો ચહેરો તમારી ઓળખ છે અને તેમાં હજાર બ્લેક હેડ્સ ના તો તમારા ચહેરાની સુંદરતામાં વધારો કરે છે

New Update
ચહેરા પર જામેલા બ્લેક હેડ્સને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપચાર, મળશે રાહત....

તમારો ચહેરો તમારી ઓળખ છે અને તેમાં હજાર બ્લેક હેડ્સ ના તો તમારા ચહેરાની સુંદરતામાં વધારો કરે છેકે ના તો તે તમારી ત્વચા માટે ફાયદાકારક છે. ચહેરા પર બ્લેક હેડ્સ થવા દરેક mઅતે સમસ્યા બની જાય છે.

બ્લેક હેડ્સ થવાનું કારણ શું છે? કેમ થાય છે આ બ્લેક હેડ્સ..

બ્લેક હેડ્સ થવાનું મુખ્ય કારણ છે ચહેરામાં વધુ પડતાં ઓઇલનું પ્રમાણ. વધુ પડતાં ઓઇલનું ઉત્પાદન થવાથી તે ત્વચાના મોટા મોટા છિદ્રોમાં જમા થાય છે. જ્યારે આ તેલમાં પરિભ્રમણમાં અવરોધ આવે છે. ત્યારે આ તેલ ત્વચાની સપાટી પર ત્વચાની અંદર જમા થાય છે. આનો એક ભાગ ત્વચાની સપાટી પર એટલે કે બહાર આવી જાય છે તેને આપણે બ્લેક હેડ્સ કહીએ છીએ. જ્યારે આ તેલ ત્વચા પર ઓક્સજન સાથે ઘટ્ટ થાય છે. ત્યારે તે ભૂરા અથવા કાળો રંગ ધારણ કરે છે.

બ્લેક હેડ્સ દૂર કરવાના ઉપાયો

1. જોકે બજારમાં ઘણા બધા સ્ક્ર્બ મળતા હોય છે. પરંતુ તમે ઘરે સ્ક્રબ બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે સ્ક્રબ કેમ કરવું. એક વાસણમાં પાણી ગરમ કરો. જયારે પાણી ગરમ થઈ જાય ત્યારે તમારા ચહેરા પર ટુવાલ રાખો અને તેને હળવા હાથેથી દબાવો જેથી તમે યોગ્ય રીતે સ્ટીમ લઈ શકો.

2. મસૂર પાવડર અને દૂધના મિશ્રણથી પણ તમે ઘરે સ્ક્રબ બનાવી શકો છો. થોડું સ્ક્રબ લઈને તેને હૂંફાળા પાણી અથવા ગુલાબજળમાં મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો. હળવા હાથે મસાજ કરો. ખાસ કરીને બ્લેક હેડ્સ વળી જગ્યાએ ધ્યાન વધુ આપવું.

3. સ્ક્ર્બ લગાવ્યા બાદ હળવા હાથે મસાજ કરો. તે બ્લેક હેડ્સ દૂર કરવામાં તમારી મદદ કરશે. લગભગ 5 થી 7 મિનિટ સુધી ચહેરા પર સ્ક્રબ કરો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો. જેથી રોમ છિદ્રો બંધ થઈ જશે. સ્ટીમ અને સ્ક્રબ કર્યા પછી ચહેરા પર સારું મોઈશ્ચરઇઝર લગાવો. જેથી ત્વચામાં ભેજ ભરાઈ જાય. ધ્યાન રાખો કે આ પ્રક્રિયા અઠવાડિયામાં માત્ર એક જ વાર કરો, જેથી તમારી ત્વચાને વધુ સારા પરિણામો મળી શકે.

Latest Stories