Connect Gujarat
ટ્રાવેલ 

જો તમે કુદરતી સૌંદર્યની મજા માણવા માંગતા હોવ તો આ 5 હિલ સ્ટેશન તમારા માટે રહેશે બેસ્ટ, આજે જ બનાવી લો પ્લાન….

હરિયાણાના ફરીદાબાદમાં ફરવા માટે શાનદાર સ્થળો છે. ઘણી ઐતિહાસિક ઇમારતો અને પાર્કમાં વીકેન્ડ પર ટુરિસ્ટસનો જમાવડો લાગી જાય છે.

જો તમે કુદરતી સૌંદર્યની મજા માણવા માંગતા હોવ તો આ 5 હિલ સ્ટેશન તમારા માટે રહેશે બેસ્ટ, આજે જ બનાવી લો પ્લાન….
X

હરિયાણાના ફરીદાબાદમાં ફરવા માટે શાનદાર સ્થળો છે. ઘણી ઐતિહાસિક ઇમારતો અને પાર્કમાં વીકેન્ડ પર ટુરિસ્ટસનો જમાવડો લાગી જાય છે. આ શહેરની પાસે જ 5 ખૂબ જ સુંદર હિલ સ્ટેશન પણ છે. જ્યાં વિકેન્ડ પર ફરવા જવાનું ખૂબ જ રોમાંચક થઈ જાય છે. જો તમે પણ ઓછા બજેટમાં હિલ સ્ટેશન ફરવા જવા માંગો છો. તો માત્ર 7000 રૂપિયામાં 5 સુંદર પહાડી સ્થળોએ ફરી શકો છો.

· ચાયલ

ફરીદાબાદથી 381.7 કિલોમીટર દૂર વસેલા ચાયલની સુંદરતા પણ કમાલની છે. શાંતિની શોધમાં ઘણી વખત લોકો ત્યાં જાય છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં ચાયલ આવેલુ છે. સતલુજ ખીણની એકદમ નજીર આ પ્લેસ ચારે તરફ ઊંચા શિખરોથી ઘેરાયેલુ છે. ત્યાં સૌથી ઊંચુ ક્રિકેટ મેદાન પણ છે. ચાયલનું શાંત અને સુંદર હવામાન દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. ત્યાં જઈને તમે કાલી કા તિબ્બા, સિદ્ધ બાબા મંદિર, ચેલ અભયારણ્ય અને ચેલ ગુરુદ્વારા સાહિબની મુલાકાત લઈ શકો છો.

· મોરની હિલ્સ

હરિયાણાનું એકમાત્ર હિલ સ્ટેશન મોરની હિલ્સ ફરીદાબાદ જ નહીં પરંતુ દિલ્હીથી પણ ખૂબ નજીક છે. હિમાલયની શિવાલિક શ્રૃંખલાની સુંદરતા તમારુ મન જીતી લેશે. ચારેબાજુ હરિયાળી, એડવેન્ચર પાર્ક, મોરની ફોર્ટ, કરોહ પીક અને ટિક્કલ લાલ જેવા સ્થળો ફરવાની દ્રષ્ટિએ પરફેક્ટ છે. ફરીદાબાદથી તેનું અંતર 292.9 કિલોમીટર છે.

· બડોગ

પ્રકૃતિ પ્રેમી હોવ તો બડોગ તમારા માટે બેસ્ટ હોઈ શકે છે. ઊંચા શિખરોવાળું આ સ્થળ ખૂબ ફેમસ છે. ટ્રેકિંગ માટે ત્યાં જવુ સારુ માનવામાં આવે છે. કરોલ ટિબ્બા ટ્રેક, મોહન શક્તિ નેશનલ હેરિટેજ પાર્ક, મેનરી મઠ અને ડગશાઈ ત્યાંના સૌથી સારા સ્થળો છે. ફરીદાબાદથી તેનું અંતર 335.5 કિમી છે.

· મસૂરી

નૈનીતાલ અને શિમલાની જેમ મસૂરી ખૂબ મનપંસદ સ્થળ છે. ગરમીની સીઝન હોય કે શરદી દરેક મોસમમાં ત્યાં પર્યટકોનો જમાવડો રહે છે. મસૂરી આવીને તમે મસૂરી ઝીલ, જ્યોર્જ એવરેસ્ટ હાઉસ, ક્રાઈસ્ટ ચર્ચ અને મસૂરી હેરિટેજ સેન્ટર જઈ શકો છો. ફરીદાબાદથી આ સ્થળનું અંતર 306 કિલોમીટર છે.

· મનાલી

ફરીદાબાદથી 562.6 કિલોમીટર દૂર વસેલુ વધુ એક હિલ સ્ટેશન લોકોનું મનપસંદ સ્થળ છે. આ સ્થળનું નામ મનાલી છે. બિયાસ નદીનો કિનારો અને કુલ્લૂ ખીણનો છેડો આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. હિમાચલ પ્રદેશના ટોપ પર્યટન સ્થળોમાંના એક મનાલીમાં બરફથી ઢંકાયેલી હિમાલયના શિખરો, લીલાછમ નજારા અને શાંતિપૂર્ણ વાતાવરણ તમારુ મન મોહી લે છે. મનાલીમાં પ્રકૃતિનો ખોળો તો મળે જ છે. આ સિવાય હિમાચલ સંસ્કૃતિ અને લોક કલા સંગ્રહાલય, રોહતાંગ લા, ભૃગુ તળાવ અને જોગિની ધોધ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

Next Story