/connect-gujarat/media/post_banners/f11eaf070f8312b221e59f249b1c6ac848e6c5c1682882a03d88e93ba25486d1.webp)
ભારતના ટુરિઝમને પ્રોત્સાહન મળે તે હેતુથી ઇન્ડિયન રેલવેનું IRCTC સમયાંતરે અવનવા ટુર પેકેજીસ જાહેર કરતું રહે છે. ઉત્તર ભારત દેવભૂમિ ટૂર પેકેજ અંતર્ગત તમને હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી મંદિર અને મથુરા ફરવાની તક મળશે. 8 રાત અને 9 દિવસની આ ટુરની શરૂઆત 28 ઓક્ટોબરે પુણેથી થશે. આ પેકેજમાં યાત્રીઓ પુણે ઉપરાંત લોનાવાલા, કર્જત, કલ્યાણ, વસઈ રોડ, વાપી, સુરત અને વડોદરા રેલવે સ્ટેશનોથી બોર્ડિંગ અને ડીબોર્ડિંગ કરી શકશે. આ ટુર પેકેજ માટે બુકીંગ કરાવવા ઇચ્છતા યાત્રીઓ IRCTCની વેબસાઈટ irctctourism.com ની મુલાકાત લઈને વધુ માહિતી મેળવી શકે છે અને બુકીંગ પણ કરાવી શકે છે.
આ પેકેજ માટે ભાડું પ્રતિ વ્યક્તિ 15,300 રૂપિયાથી શરુ થાય છે. જો તમે સ્લીપર કોચમાં બુકીંગ કરાવો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ દીઠ 15,300 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. તો થર્ડ એસી બુકીંગ માટે તમારે પ્રતિ વ્યક્તિ 27,200 રૂપિયા ચૂકવવાના રહેશે, જ્યારે સેકન્ડ એસી બુકીંગ માટે પ્રતિ વ્યક્તિ 32,900 રૂપિયા ચૂકવવાના રહેશે. તેમજ યાત્રીઓને ડબલ બુકિંગ કરાવવા પર 20 ટકા ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે.