મોન્સૂન એટલે ગોવા ફરવા જવા માટેનો બેસ્ટ સમય, ફરવાના શોખીનો બેગ પેક કરી લેજો, જાણો 5 ફાયદા.....

ચોમાસાની ઋતુમાં ગોવા ફરવા જવું સૌથી બેસ્ટ છે, કારણ કે અત્યારે ફરવા જવાના અનેક ફાયદાઓ છે,

New Update
મોન્સૂન એટલે ગોવા ફરવા જવા માટેનો બેસ્ટ સમય, ફરવાના શોખીનો બેગ પેક કરી લેજો, જાણો 5 ફાયદા.....

ચોમાસાની ઋતુમાં ગોવા ફરવા જવું સૌથી બેસ્ટ છે, કારણ કે અત્યારે ફરવા જવાના અનેક ફાયદાઓ છે, જો તમે પણ આટયરે ગોવા ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારો આ બેસ્ટ નિર્ણય રહેશે. કારણ કે ચોમાસામાં ગોવા ફરવાના અનેકગણા ફાયદાઓ છે. ખાલી બીચ, ચારેય બાજુ લીલુછમ વાતાવરણ, દૂધ સાગર વોટરફોલના ઉત્તમ દ્રશ્યો તમને આનંદમય કરી દેશે.

· જાણો તેના 5 ફાયદાઓ....

1. સસ્તી હોટલ : ચોમાસાની સિઝન એ ઓફ સિઝન હોય છે. તેથી આ સરમિયાન હોટલો ખાલી રહે છે. જેથી તમે 5 સ્ટાર હોટલમાં કે 2 કે 3 સ્ટાર હોટલમાં પણ ભાડે રહી શકો છો. અહી તમને બીચની સામે 500 રૂપિયા પ્રતિ દિવસનો રૂમ મળે છે. તો તમને આશ્ચર્ય નહીં થાય. કારણ કે ગોવામાં આ સમયે તમામ સ્ટેના ભાવ ઘણા ઓછા હોય છે.

2. સસ્તું ટ્રાવેલિંગ : ગોવામાં ટ્રાવેલ કરવા માટે સૌથી બેસ્ટ સમય તો નવેમ્બરનો માનવામાં આવે છે. કારણ કે આ સિઝનમાં પર્યટકો ગોવામાં હોતા નથી. તેથી જો આ સમયે તમે ગોવામાં ફરવા માટે જાવ છો તો ફ્લાઈટના ભાવથી માંડીને ત્યાં ટેકસી બાઇકનું ભાડું પણ તમને સસ્તામાં મળી જાય છે.

3. ભીડથી મુક્તિ : મોન્સુન સિઝનમાં પર્યટકોની ભીડ ખૂબ જ ઓછી જોવા મળે છે જેથી તમને ફરવાની પણ બધુ જ મજા આવે છે. ઓછી ભીડમાં તમને પ્રાઈવસી વધુ મળે છે.

4. તાજી ફિશ ઉપલબ્ધ : માછલી ખાવાના શોખીનોએ આ સિઝનમાં ગોવા ફરવા જવું જોઈએ. કારણ કે આ સિઝનમાં સૌથી વધુ ફ્રેશ માછલીઓ મળી રહે છે. તેનો સ્વાદ ચાખીને તમે મંત્રમુગ્ધ થઈ જશો.

5. ફેસ્ટિવલનું આયોજન : ચોમાસાની સિઝનમાં ગોવામાં અનેક ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. ફર્ટિલિટી ફીસ્ટ ઓફ સાઓ જોઆઓ કે સેંટ જોન બાપિસ્ટ 24 જૂનનાં ઊજવવામાં આવે છે જ્યારે સેંટ પીટર્સ ફેસ્ટિવલ જૂલાઈમાં આયોજિત થાય છે. આ ફેસ્ટિવલમાં નદીની વચ્ચે સ્ટેજ લગાવવામાં આવે છે.

Latest Stories