Connect Gujarat
ટ્રાવેલ 

ઓછા બજેટમાં આ 5 જગ્યાએ ફરવા જવાનું કરો પ્લાનિંગ, સુંદર અને મનમોહક દ્રશ્યો જોઈ થઈ જશો એકદમ ખુશખુશાલ....

ઓક્ટોબર મહિનો એટલે ફરવા જવા માટેનો બેસ્ટ મહિનો, કારણ કે આ મહિનામાં ઠંડીની ધીમે ધીમે શરૂઆત થતી હોય છે.

ઓછા બજેટમાં આ 5 જગ્યાએ ફરવા જવાનું કરો પ્લાનિંગ, સુંદર અને મનમોહક દ્રશ્યો જોઈ થઈ જશો એકદમ ખુશખુશાલ....
X

ઓક્ટોબર મહિનો એટલે ફરવા જવા માટેનો બેસ્ટ મહિનો, કારણ કે આ મહિનામાં ઠંડીની ધીમે ધીમે શરૂઆત થતી હોય છે. ત્યારે ના તો ગમી લાગવાની બીક કે ના તો વધુ ઠંડી લાગવાની કોઈ ચિંતા, આ દરમિયાન જો તમે એક બ્રેક લેવા ઈચ્છો તો આ 5 ડેસ્ટિનેશન તમારા માટે ખુબ જ ઉપયોગી છે. જ્યાં તમે ખૂબ જ ઓછા ખર્ચે મુસાફરીનો આનંદ માણિ શકો છો. આ જગ્યાઓ ખૂબ જ સુંદર છે અને અહી ઓકરોબાર મહિનામાં વાતાવરણ પણ ખૂબ જ સુંદર હોય છે.

પંચમઢી

સાતપુડાની રાણીનો આ નાનકડો પંચમઢી પ્લેસ એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. આ સ્થળે ફરવા જવાના ઘણા વિકલ્પ છે. તમે ત્યાં એક અઠવાડિયુ પણ રહી શકો છો અને હરિયાણીનો આનંદ ઉઠાવી શકો છો. ઓક્ટોબર મહિનામાં દૂર સુધી ફેલાયેલા જંગલની હરિયાણી ખૂબ જ સુંદર અને રોમાંચક લાગે છે. ત્યાંની જટાશંકર ગુફાઓ, બી ફાલ, અપ્સરા વિહાર, હાંડી ખોહ જેવા સ્થળોએ ફરી શકો છો.

મસૂરી

મસૂરી દિલ્હીથી લગભગ 279 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે ત્યાં ઓછા ખર્ચમાં મસૂરી સરોવર, કેમ્પ્ટી ફોલ્સ, દેવ ભૂમિ વેક્સ મ્યૂઝિયમ, ધનોલ્ટી, સોહમ હેરિટેજ એન્ડ આર્ટ સેન્ટર, જ્યોર્જ એવરેસ્ટ હાઉસ, એડવેન્ચર પાર્ક, ક્રાઈસ્ટ ચર્ચ, ભટ્ટા ફોલ્સ, મોસી ફોલ્સ, ગન હિલ, લાલ ટિબ્બા, કેમલ્સ બેક રોડ, જબરખેત નેચર રિઝર્વ વગેરે સ્થળો પર ફરી શકો છો. અહી તમને 1200 થી 1500 રૂપિયામાં રૂમ મળી શકે છે અને જો તમે અગાવથી બુકિંગ કરો તો તમને આ ક્યારેક ઓછી કિંમતમાં પણ મળી રહે છે.

મેક્લૉડગંજ

હિમાચલ પ્રદેશમાં આવેલું મેકલૉડગંજ ઓક્ટોબરમાં ફરવા માટે પરફેક્ટ સ્થળ છે. વાંકાચૂકા પહાડી માર્ગો અને ચીડ-દેવદારના ઊંચા વૃક્ષો, એક અલગ રોમાંચ પેદા કરે છે. ત્યાંની તિબેટીયન આબોહવામાં તમે ખૂબ રિફ્રેશ અનુભવ કરશો. ત્યાં દલાઈ લામા પર રહે છે અને આસપાસ ઘણા રેસ્ટોરન્ટ, શોપિંગ એરિયા, પેરાગ્લાઈડિંગ વગેરેની મજા પણ તમે લઈ શકો છો. મેકલૉડગંજ જાવ તો ત્યાંના નામગ્યાલ મઠ, ભાગસુ વોટરફોલ, ત્સુગલગખાંગ, ત્રિઉંડ, ધર્મશાળા અને હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ જેવા સ્થળોની ચોક્કસ મુલાકાત લો.

ઉદયપુર

સરોવરોનું શહેર એટલે ઉદયપુર. ભારતના સૌથી રોમેન્ટિક સ્થળોમાંનું એક છે આ શહેર. ત્યાં મોટી સંખ્યામાં ટુરિસ્ટ દર વર્ષે જાય છે અને ત્યાંની પ્રાચીન સંરક્ષિત હવેલીઓ, મહેલો, ખીણો અને મંદિરોને જોવા આવે છે. ત્યાંનું સિટી પેલેસ, મહારાણા પ્રતાપ સ્મારક, જગ મંદિર, ફતેહ સાગર સરોવર અને પિછોલા સરોવર વગેરે જોઈ શકો છો. ઓક્ટોબર મહિનામાં ત્યાં ફરવાની મજા જ કંઈક અલગ હોય છે. ઠંડી હવામાં ફરવાની મજા બમણી થઈ જાય છે. ત્યાં રહેવા, ફરવા અને ખાવા માટે ઘણા વિકલ્પ છે અને તમે ઓછા બજેટમાં સરળતાથી આ સ્થળને એન્જોય કરી શકો છો.

ચિત્તોડગઢ

ચિત્તોડગઢ એક ખુબ જ જૂનુ શહેર છે જે કિલ્લાઓથી જ પ્રખ્યાત છે ત્યાં ઘણા બધા ખૂબ જ જૂના કિલ્લાઓ આવેલા છે. આ કિલ્લો લગભગ 700 એકરમાં ફેલાયેલો છે જેનો ઈતિહાસ મધ્યકાલીન યુગની ખૂની લડતનો સાક્ષી પણ રહ્યો છે. આ કિલ્લો સાહસ અને બલિદાનનું પ્રતીક છે. આ સ્થળ શ્રીકૃષ્ણના ભક્ત મીરાબાઈ સાથે પણ જોડાયેલુ છે અને રાણી પદ્માવતી સાથે પણ. ઓક્ટોબર મહિનામાં તમે ત્યાં પણ ફરવા જઈ શકો છો.

Next Story