નવેમ્બરની રજાઓમાં ફરવા જવાનો પ્લાન બનાવી લો, આ જગ્યાઓ છે એક પરફેકટ...

રજાઓ આવતાની સાથે જ લોકો ફરવા જવાનો પ્લાન બનાવી લે છે. જો તમે પણ ક્યાય ફરવા જવા માંગતા હોય તો તમને જણાવી દઈએ કે દિવાળી ઘણી રજાઓ આવે છે.

New Update
નવેમ્બરની રજાઓમાં ફરવા જવાનો પ્લાન બનાવી લો, આ જગ્યાઓ છે એક પરફેકટ...

રજાઓ આવતાની સાથે જ લોકો ફરવા જવાનો પ્લાન બનાવી લે છે. જો તમે પણ ક્યાય ફરવા જવા માંગતા હોય તો તમને જણાવી દઈએ કે દિવાળી ઘણી રજાઓ આવે છે. આ બધી રજાઓમાં તમે ફેમેલી કે ફ્રેન્ડ્સ સાથે ફરવા જઇ શકો છો. જો તમે કેટલાક ખાસ સ્થળોની મુલાકાત લેવા ઇચ્છતા હોય તો અમે આજે તમને એવા ખાસ પ્લેસો વિષે જણાવીશું કે જ્યાં ફરવા જવાની ખૂબ જ મજા આવશે.

કચ્છ

કચ્છએ ગુજરાતનું રણ છે. કહેવાય છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, નવેમ્બર માહિનામાં આ સ્થળ તમારા માટે બેસ્ટ છે. આ મહિનામાં તમે અહીં રણોત્સવનો આનંદ માણી શકો છો. આ સમયગાળા દરમિયાન અનેક એવા સાંસ્ક્રુતિક કાર્યક્રમો અને સાહસિક પ્રવૃતિઓ થાય છે. કચ્છમાં ફરવા લાયક સ્થળોની વાત કરીએ તો કચ્છનું રણ, પ્રાગ મહેલ, જંગલી ગધેડાનું અભ્યારણ્ય, માંડવી બીચ, સ્વામિનારાયણ મંદિર અને આયના મહેલ ખૂબ જ મનમોહક છે. આ સ્થળોની મુલાકાત અવશ્ય લેજો.

લક્ષદ્વીપ

લક્ષદ્વીપ ભારતનું ખૂબ જ સુંદર પર્યટક સ્થળ છે. લક્ષદ્વીપ ભારતનો નાનો એવો કેન્દ્રસાશિત પ્રદેશ પણ છે. આ એક આકર્ષક પર્યટક સ્થળ છે જ્યાં લોકો ફેમેલી અને ફ્રેન્ડ સાથે મજા માણી શકે છે. મિનિકોઈ આઇલેન્ડ, અગાટી આઇલેન્ડ, કાલપેની આઇલેન્ડ, બંગારામ આઇલેન્ડ વગેરે જેવા સ્થળોએ તમે ફરવા જઇ શકો છો.

ગોકર્ણ

ગોકર્ણ એક ધાર્મિક સ્થળ અને બીચ ડેસ્ટિનેશન સ્થળ છે. તમે નવેમ્બર મહિનામાં અહી ફરવાની મજા માણી શકો છો. અહીના સૂર્યાસ્તના દ્રશ્યો જોવાની પણ ખૂબ જ મજા આવે છે. અહીના જોવાલાયક સ્થળોની વાત કરીએ તો અઘનાશિની નદી, ઓમ બીચ, અર્ધ ચંદ, અને મહાબળેશ્વર મંદિર ખૂબ જ સુંદર છે.

Latest Stories