Connect Gujarat
ટ્રાવેલ 

વરસાદી ઋતુમાં ફરવા લાયક ભારતની આ 5 જગ્યાઓ, કુદરતી સૌંદર્યથી ભરપૂર, અચૂક બનાવો પ્લાન....

ભારત એક એવો દેશ છે જ્યાં અનેક જગ્યાઓ એવી છે જે આપનું મન મોહી લે છે. અને તેમય ચોમાસાની ઋતુમાં તો ભારત ના અમુક સ્થળો જે સોળે કળાએ ખીલી ઊઠે છે.

વરસાદી ઋતુમાં ફરવા લાયક ભારતની આ 5 જગ્યાઓ, કુદરતી સૌંદર્યથી ભરપૂર, અચૂક બનાવો પ્લાન....
X

ભારત એક એવો દેશ છે જ્યાં અનેક જગ્યાઓ એવી છે જે આપનું મન મોહી લે છે. અને તેમય ચોમાસાની ઋતુમાં તો ભારત ના અમુક સ્થળો જે સોળે કળાએ ખીલી ઊઠે છે. પશ્ચિમ ઘટના ઘૂમ્મસથી લઈને ઉત્તર પુર્વની ઘાટીઓ જેનો સુંદર નજારો જાણે જોતાં જ રહીએ. વરસાદની સીઝન દરમિયાન આ સ્થળો કુદરતી સૌંદર્યથી ભરપૂર જોવા મળે છે. તો આજે અમે ભારતની જ આવી જગ્યાઓ વિષે જણાવીશું કે જ્યાં તમે ચોમાસામાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો.

1. ચેરાપૂંજી, મેઘાલય

પૃથ્વી પર સૌથી વધુ વરસાદ પડતો હોય તેની જગ્યાઓમાંથી એક છે મેઘાલયનું ચેરાપૂંજી. મોનસૂન પ્રેમીઓ માટે આ જગ્યા સ્વર્ગ છે. તેના લીલાછમ પહાડ, સુંદર ઝરણા અને જીવંત વૃક્ષના મૂળમાંથી બનાવેલા પુલ મોનસૂનની સીઝન દરમિયાન જીવંત થઇ ઉઠે છે. મંત્રમુગ્ધ કરી દેતા આ ઝરણાઓને એક્સપ્લોર કરો. ગાઢ જંગલોના માધ્યમથી ટ્રેકિંગના રોમાંચનો અનુભવ કરો અને સ્થાનિક ખાસી સંસ્કૃતિમાં તરબોળ થઇ જાઓ.

2 લોનાવલા, મહારાષ્ટ્ર

મુંબઇ પાસે આવેલું આ એક આકર્ષક હિલ સ્ટેશન, એક પોપ્યુલર ડેસ્ટિનેશન છે. પોતાની પ્રાકૃતિક સુંદરતા અને ખુશનુમા વાતાવરણ માટે જાણીતું લોનાવાલાની લીલીછમ ઘાટીઓ, ઝરણા અને ધુમ્મસથી આચ્છાદિત પહાડોના મનમોહક દ્રશ્ય તમારા મનમાં વસી જશે. અહીં ટાઇગર્સ પોઇન્ટ, ભુશી ડેમ અને પ્રાચીન કાર્લા ગુફા જેવા આકર્ષણો ફરવા લાયક છે. એડવેન્ચર લવર્સ માટે અહીં ટ્રેકિંગ અને લોન્ગ વોકિંગ જેવી એક્ટિવિટીઝ છે.

3. કોડાઇકેનાલ, તમિલનાડુ

કોડાઇકેનાલ, જેને 'હિલ સ્ટેશનોની રાજ કુમારી' કહેવામાં આવે છે. મોનસૂન દરમિયાન આ સ્થળ રમણીય લાગે છે. ધુમ્મસથી છવાયેલા પહાડ, ખળખળ વહેતા ઝરણા અને સુંદર દ્રશ્ય એક શાંત અને રોમેન્ટિક માહોલ બનાવે છે. સુંદર કોડાઇકેનાલ લેકમાં બોટની સવારી કરો, વાઇબ્રન્ટ બ્રાયંટ પાર્કને એક્સપ્લોર કરો અને હર્યાભર્યા વાતાવરણ અને સુખદ ઋતુનો આનંદ માણો

4. મુન્નાર, કેરળ

પશ્ચિમી ઘાટમાં સ્થિત, મુન્નાર એક હિલ સ્ટેશન છે જે પોતાના વિશાળ ચાના બગીચા, ધુમ્મસથી છવાયેલી ખીણો અને ઝરણા માટે જાણીતુ છે. મોનસૂનની સીઝન આ પહેલાથી જ ખૂબસૂરત જગ્યાએ એક રહસ્યમય સ્પર્શ જોડે છે. ચાના બગીચામાં ટ્રેક કરો, મનમોહક અટુકડ ઝરણાની મોજ માણો અને ઠંડા તથા તાજગીભર્યા વાતાવરણનો આનંદ લો.

5. કૂર્ગ, કર્ણાટક

કૂર્ગ જેને કોડાગુના નામે પણ ઓળખવામાં આવે છે. આ સ્થાન પ્રકૃતિ પ્રેમીઓ વચ્ચે પોપ્યુલર છે. મોનસૂનની સીઝનમાં કોફીના બગીચા, મસાલાના બગીચા અને ઝરણા સાથે આ ક્ષેત્રની અસલી સુંદરતા સામે આવે છે. જ્યારે તમે આ બગીચામાં ફરવા જાઓ તો કોફીની સોડમનો અનુભવ લો. રાજસી અબે ફોલ્સ એક્સપ્લોર કરો અને લીલાછમ લેન્ડસ્કેપ વચ્ચે ચોમાસાના વરસાદનો આનંદ માણો.

6. ગોવા

પોતાના શાનદાર બીચ અને જીવંત નાઇટલાઇફ માટે ગોવા જાણીતુ છે પરંતુ ચોમાસા દરમિયાન અહીં અનેરૂ આકર્ષણ જોવા મળે છે. લીલાછમ લેન્ડસ્કેપ, વરસાદ વચ્ચે બીચનું દ્રશ્ય અને શાંતિપૂર્ણ માહોલ આ જગ્યાને બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસ બનાવે છે. અહીં તમે લોન્ગ ડ્રાઇવ એન્જોય કરી શકો છો. સાથે જ દૂધસાગર ફોલની સુંદરતા અને બીચ પર તાજા બનાવેલા સી ફૂડને એન્જોય કરી શકો છો.

7. વેલી ઓફ ફ્લાવર્સ, ઉત્તરાખંડ

યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ, ઉત્તરાખંડમાં વેલી ઓફ ફ્લાવર્સ મોનસૂન સીઝન દરમિયાન નેચર લવર્સ માટે એક ભેટ સમાન છે. આ ઉંચાઇ પર આવેલી ઘાટીઓમાં જાણે કે રંગોની છોળો ઉડે છે કારણ કે અહીં અલગ-અલગ પ્રકારના આલ્પાઇન ફ્લાવર્સ ખીલે છે. હર્યાભર્યા ઘાસના મેદાનોમાં તમે ટ્રેક કરી શકો છો, પહાડની તાજી હવાની મહેકનો અનુભવ જ કંઇક અલગ છે અને અહીંના લેન્ડસ્કેપને સુશોભિત કરતાં ઝરણા તમારો દિવસ બનાવી દેશે.

Next Story