Connect Gujarat
ટ્રાવેલ 

પેરાગ્લાઇડિંગના શોખીનો માટે બેસ્ટ છે આ 5 ફરવા લાયક જગ્યાઓ, આજે જ બનાવો પ્લાન

ભારત દુનિયાભરમાં પર્યટન માટે જાણીતું છે. અહીં અનેક પર્યટક સ્થળો છે. તે પોતાની સુંદરતા અને સંસ્કૃતિ માટે જાણીતા છે.

પેરાગ્લાઇડિંગના શોખીનો માટે બેસ્ટ છે આ 5 ફરવા લાયક જગ્યાઓ, આજે જ બનાવો પ્લાન
X

ભારત દુનિયાભરમાં પર્યટન માટે જાણીતું છે. અહીં અનેક પર્યટક સ્થળો છે. તે પોતાની સુંદરતા અને સંસ્કૃતિ માટે જાણીતા છે. આ જ કારણ છે કે અહીં દેશ વિદેશથી દર વર્ષે લખો લોકો ફરવા માટે આવે છે. પ્રકૃતિક સુંદરતાથી ભરપુર ભારતમાં અનેક એવિ જગ્યાઓ છે જ્યાં તમે એડવેન્ચરની મજા લઈ શકો છો. જો તમે પણ એ લોકો માંથી છો જેને પેરાગ્લાઇડિંગનો શોખ છે, તો તમારા માટે આ 5 ડેસ્ટિનેશન પરફેક્ટ સાબિત થઈ શકે છે. તો જાણો કેટલીક ખાસ જગ્યાઓ...

કામશેત, મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના સુરમ્ય રાજ્યમાં આવેલું કામશેત પેરાગ્લાઇડિંગના શોખીનો માટે આ એક પરફેક્ટ ડેસ્ટીનેશન સાબિત થશે. સુંદર પહાડો અને હવાઓની વચ્ચે પેરાગ્લાઇડિંગ કરવાની એક અલગ જ મજા છે અહીં તમે ઓક્ટોબરથી જૂન સુધીમાં પ્લાન કરી શકો છો. સાથે જ અહી વેસ્ટન ઘાટના સુંદર દ્રસ્યો પણ જોઈ શકશો.

સોલાંગ ઘાટી, હિમાલય

હિમાલય હંમેશથી લોકોની પસંદનું પર્યટન સ્થળ બન્યું છે. અહીં આખું વર્ષ મોટી સંખ્યામાં લોકો દેશ વિદેશથી ફરવા આવે છે. પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું હિમાલય એડવેંચરસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તમે પેરાગ્લાઇડિંગ માટે જ્ગ્યા શોધી રહયા છો તો આ સોલાંગ ઘાટી તમારા માટે બેસ્ટ છે. અહીં ઓક્ટોબરથી જૂન સુધી તમે મજા લઈ શકશો.

બીર બિલિંગ, હિમાલય

આ ડેસ્ટીનેશન ભારતના સૌથી સુંદર અને જાણીતા ડેસ્ટીનેશનમાનું એક છે. અહીની પ્રાકૃતિક સુંદરતા તમારું મન મોહી લેશે. કાંગડા ઘાટિ પેરાગ્લાઇડિંગ ના શોખીનો માટે બેસ્ટ જગ્યા છે. અહીં ફરવાની મજા જ કઈક અલગ છે.

નંદી હિલ્સ, બેંગલુર

આ પણ ભારતની જાણીતી જગ્યાઓમાની એક છે. તમે અહીં પહાડો ને ઘાટિઓની મજા માણી શકો છો. સૂનદાર દ્રશ્યો સાથે શાંત વાતાવરણ તમને શાંતિ આપશે. આ જગ્યાએ તમે ઓક્ટોબરથી મે મહિનામાં જવાનો પ્લાન કરી શકો છો.

પાવના, મહારાષ્ટ્ર

આ મહારાષ્ટ્રનું એક સુંદર અને લોકપ્રિય ડેસ્ટિનેશન છે. તમે અહીં પાવના જિલ અને આસપાસની પહાડીઓની મજા માણી શકો છો. સાથે તમે અહીં ઓક્ટોબરથી જૂન સુધી પેરાગ્લાઇડિંગનો પ્લાન કરીને યાદગાર ટ્રીપ બનાવી શકો છો.

Next Story