ભારતમાં એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં તમે મફતમાં રહી શકો છો. ત્યાં રહેવા ખાવાથી લઈને અનેક સુવિધાઓ બિલકુલ ફ્રી આપવામાં આવે છે. જાણો તે જગ્યાઓ વિશે
જો તમે પણ બજેટમાં ટ્રાવેલ કરવા માંગો છો અને સ્ટેમાં વધારે પૈસા નથી લગાવવા માંગતા તો અમે તમને એવી ખાસ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ફ્રીમાં રહી શકો છો અને તમારી આખી ટ્રીપને એન્જોય કરી શકો છો. ભારતમાં ઘણી ધર્મશાળાઓ અને આશ્રમ છે જ્યાં રહેવા માટે પૈસા બિલકુલ નથી આપવા પડતા. આવો જાણીએ ક્યાં ક્યાં છે આ જગ્યાઓ જ્યાં તમે ફ્રીમાં રહી શકો છો.
તિબ્બતી બૌદ્ધિસ્ટ મોનેસ્ટ્રી સારનાથ (ઉત્તર પ્રદેશ)
ઉત્તર પ્રદેશ સ્થિત આ ઐતિહાસિક મોનેસ્ટ્રીમાં એક રાત રોકાવવા માટે ભાડુ માત્ર 50 રૂપિયા છે. આ મોનેસ્ટ્રીને લાધન ચોટરૂલ મોનાલમ ચેનમો ટ્રસ્ટની તરફથી મેનટેન કરવામાં આવે છે. આ મોનેસ્ટ્રીમાં ભગવાન બુદ્ધના જ એક રૂપ શાક્યમુનિની પ્રતિમા છે.
ન્યિંગમાયા મોનેસ્ટ્રી (હિમાચલ પ્રદેશ)
આ મોનેસ્ટ્રી હિમાચલ શહેર રેવલ્સરમાં રેવલ્સર લેકની પાસે સ્થિત છે. આ સુંદર મોનેસ્ટ્રીમાં રહેવા એક દિવસનું ભાડુ ફક્ત 200થી 300 રૂપિયા છે. આ મોનેસ્ટ્રીની પાસે એક લોકલ માર્કેટ પણ છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો.
ગોવિંદ ઘાટ ગુરૂદ્વારા (ઉત્તરાખંડ)
આ ગુરૂદ્વારા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીની પાસે સ્થિત છે. અહીં આવનાર ટૂરિસ્ટ્સ, ટ્રેકર્સ અને શ્રદ્ધાળુ અહીં મફતમાં રહી શકે છે. ગુરૂદ્વારાથી તમે પહાડોના સુંદર દ્રશ્યો જોઈ શકો છો.
ગીતા ભવન (ઋષિકેશ)
પવિત્ર ગંગા નદીના તટ પર સ્થિત ગીતા ભવનમાં યાત્રી ફ્રીમાં રહી શકે છે. સાથે જ અહીં તમને ભોજન પણ મફતમાં આપવામાં આવે છે. આ આશ્રમમાં લગભગ 1000 રૂમ છે જ્યાં દુનિયા ભરથી લોકો આવીને રોકાય છે.
આનંદાશ્રમ (કેરળ)
કેરળના સુંદર પહાડો અને હરિયાળીની વચ્ચે આનંદાશ્રમમાં રોકાવવું એક અલગ જ અનુભવ સાબિત થઈ શકે છે. તમે આ આશ્રમમાં ફ્રીમાં રહી શકો છો. આશ્રમમાં તમને દિવસના ત્રણ સમયનું ભોજન પણ આપવામાં આવે છે.
મણિકરણ સાહિબ ગુરૂદ્વારા (હિમાચલ પ્રદેશ)
જો તમે હિમાચલ પ્રદેશ ફરવા માટે જઈ રહ્યા છો તો મણિકરણ સાહિબ ગુરૂદ્વારામાં ફ્રીમાં રહી શકો છો. અહીં તમને ફ્રી પાર્કિંગ અને ભોજનની સુવિધા પણ મળે છે. મણિકરણ સાહિબ ગુરૂદ્વારા પાર્વતી નદીની પાસે જ સ્થિત છે