/connect-gujarat/media/post_banners/f37692c1ef55563c7c7b74bd7f44427b9373393c9272786e175a4b205b38ace2.webp)
શું તમે ફ્રેન્ડ સાથે બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો. તો ફટાફટ તમે ભારતની આ જગ્યાઓ ની ટ્રીપ પ્લાન કરી શકો છો. તમે આ જગ્યાએ જઇને એકદમ રિલેકસ ફીલ કરશો અને ખૂબ જ એન્જોય કરશો. તો જાણી લો કઈ એવી જગ્યાઓ છે જે તમને સેફ્ટી સાથે ફરવાની મજા આપી શકે છે.
1. વારાણસી
/connect-gujarat/media/post_attachments/12ee08e2b2f34ff1adde9a526e8fee368ecf23ff4df6c1a200c7cd40c8f33fa8.webp)
વારાણસીને ભારતના સૌથી જુના અને પવિત્ર શહેરમાનું એક માનવામાં આવે છે. અહી તમે સોલો ટ્રીપ પર યુવતીઓની સાથે કે ગ્રૂપમાં મુસાફરી કરી શકો છો. અહીની ગંગા આરતી પણ સૌથી વધારે જાણીતી છે. અહીં નદી કિનારે શાંતિનો અનુભવ કરી શકશો.
2. ઉત્તરાખંડ
ઉત્તરાખંડ જેવા સુંદર રાજ્યોમાં અનેક એવી જગ્યાઓ છે જયાં તમે મજા માણી શકશો. તમે અહી ઔલી, ઋષિકેશ, દહેરાદૂનની વિઝિટ કરી શકશો. જે સૌથી સુંદર અને સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે.
3. રાજસ્થાન
રાજસ્થાનમાં જેસલમેર શહેરની સુંદર જગ્યાઓમાનું એક છે. અહીં મહિલા ટુરિસ્ટ પણ એકલી મુસાફરી કરવા આવે છે. આ જ્ગ્યા મહિલાઓ માટે એકદમ સુરક્ષિત છે. અહીં તમે રાતે પણ એકલા ફરી શકો છો. અહીં ઊંટની સવારી અને લોકલ માર્કેટ ખૂબ જ ફેમસ છે.
4. શિમલા
/connect-gujarat/media/post_attachments/7d90d7e1f030f695b9268af7fbd085cdc4b7430c12ad7a7a4aa31ac03b2a5b92.webp)
હિમાચલની આ સૌથી સુંદર જ્ગ્યા છે. તેને ભારતના સૌથી સુરક્ષિત શહેરમાનું એક માનવામાં આવે છે. અહીં તમે તમારી ગેંગ સાથે મસ્તીનો પ્લાન કરી શકો છો.