Connect Gujarat
ટ્રાવેલ 

એવું ગામ કે જ્યાં રસ્તે ચાલતા લોકો અચાનક સૂઈ જાય છે, જુઓ ક્યાં આવેલું છે આ ગામ...

X

શું તમને કોઈ એક આખો દિવસ અને રાત ઊંઘવાનું કહે તો છું તમે ઊંઘી શકશો..? ઘણાને સુવાનું ઘણું પસંદ હોય પણ કંટીન્યું આટલું બધુ સૂઈ રહેવું પણ મુશ્કેલ છે. પરંતુ કઝાકિસ્તાનમાં એક એવું ગામ છે કે જ્યાં લોકો એક શું... ચાર-પાંચથી પણ વધારે દિવસો સુધી કંટીન્યું ઊંઘતા રહે છે. એક એવું ગામ છે જ્યાં ચાલતા ચાલતા લોકો અચાનક રસ્તા પર સૂઈ જાય.. અને પછી 2 દિવસે ઉઠશે કે 10 દિવસે કોઈ નક્કી નહીં.. આ વાતથી ચોક્કસ નવાઈ લાગી હશે પરંતુ આ સત્ય છે.

કેટલાક લોકો બેઠા બેઠા સૂઈ જાય છે એ તો સંભાળ્યું જ હશે.., પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું ન હોય કે કોઈ ચાલતા જતા સૂઈ ગયા હોય. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં લોકો રસ્તા, ઑફિસ અથવા ગમે ત્યારે ગમે ત્યાં સૂઈ જાય છે. આ સ્થળ બીજે ક્યાંય નથી પણ કઝાકિસ્તાનનું એક નાનકડું ગામ કલાચી છે, જ્યાં જતા લોકો સૂઈ જાય છે. ખરેખર કઝાકિસ્તાનમાં એક નાનકડું ગામ છે.. કલાચી, જ્યાં અહીં રહેતા લોકોને છેલ્લા કેટલાક સમયથી એક અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યા એ છે કે આ લોકો સફરમાં ગમે ત્યારે સૂઈ જાય છે. ઊંઘવામાં કોઈ સમસ્યા નથી પરંતુ સમસ્યા એ છે કે જો તેઓ એકવાર સૂઈ જાય, તો હવે તેઓ જાગશે કે કેમ તે જાણવાનો કોઈ રસ્તો નથી. એવું કહેવામાં આવે છે કે કેટલીકવાર આ લોકો અઠવાડિયા સુધી આવી રીતે સૂતા રહે છે. અને પછી અચાનક તેઓ ઉભા થઈ જાય છે. 810 લોકોની વસ્તી ધરાવતું કઝાકિસ્તાનના કલાચી ગામમાં 200 જેટલા લોકો આ પ્રકારની સમસ્યાથી પીડિત છે. નિંદ્રાની આ સમસ્યા પાછળ વૈજ્ઞાનિકોએ પણ વિસ્તૃત સંશોધન કર્યું છે.

આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકો પણ ગામના લોકોની આ સમસ્યા જોયા પછી ચિંતિત છે, કે આ શું સમસ્યા છે? વખતોવખ નિંદ્રાની સમસ્યા પાછળ વૈજ્ઞાનિકોએ પણ વિસ્તૃત સંશોધન કર્યું અને એવું પણ જાણવા મળ્યું છે કે આ નિંદ્રામાં કેટલાક લોકોના મોત પણ થયા છે. વૈજ્ઞાનિકોના પરીક્ષણો પછી, બહાર આવ્યું છે કે આ વિસ્તારમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બનનું સ્તર સામાન્ય કરતા ઘણું વધારે છે, જેના કારણે અહીંના લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી અને લોકો આવી રહસ્યમય ઉઘનો શિકાર બની રહ્યા છે. આ ક્ષેત્રમાં બંધ યુરેનિયમ ખાણોમાંથી કાર્બન મોનોક્સાઇડનો મોટો જથ્થો બહાર આવી રહ્યો છે, જે આ પ્રકારની સમસ્યા બનાવે છે.

વૈજ્ઞાનિકોના પરીક્ષણો બાદ પ્રશ્ન હજી પણ તે જ છે કે કેમ તે ગામના અન્ય લોકોને અસર કરતું નથી. ત્યારે આ રીતે આ સમસ્યા છેલ્લા 8 વર્ષથી ગામલોકોને તેમજ કઝાકિસ્તાનના વૈજ્ઞાનિકોને પજવણી કરે છે. આવી સ્થિતિમાં આના માટે કોઈ નિશ્ચિત કારણ અને સમાધાન ન જોતાં સરકારે હાલમાં આ ગામના લોકોને ત્યાંથી બહાર કાઢ્યા છે અને તેમના સ્થળે અન્યત્ર રહેવાની વ્યવસ્થા કરી છે.

કઝાકિસ્તાનના આ કાલાચી ગામની વસ્તી 810 છે, જેમાંથી 200 જેટલા લોકો આ સમસ્યાનો ભોગ બને છે. ઉઘની હદ ત્યારે પહોંચી હતી જ્યારે આ ગામમાં સૂતી વખતે કોઈનું મોત નીપજ્યું હતું. વૈજ્નિકો દ્વારા આ ગામનો અભ્યાસ કર્યા પછી, જાણવા મળ્યું કે આ ગામના ક્ષેત્રમાં કાર્બન મોનો ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બનનું પ્રમાણ ખૂબ વધારે છે. આને લીધે, અહીં લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી, પરંતુ વૈજ્નિકોએ તે જ સમયે તેમનો દાવો નકારી દીધો, કારણ કે જો આવું થાય તો ગામના તમામ લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે, પરંતુ અહીં કેટલાક લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. સૌથી અનોખી બાબત એ છે કે અહીં પણ ડોકટરો અને વૈજ્ઞાનિકો હજુ સુધી સૂવાના ચોક્કસ કારણ આપી શક્યા નથી.

કહેવાય છે કે આ ગામના લોકો ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આને લીધે, અહીં લોકો ગમે ત્યારે ત્યારે સૂઈ જાય છે. સૌથી અલગ વાત એ છે કે અહીંના લોકોને એ પણ ખબર હોતી નથી કે જો તેઓ સૂઈ જાય છે, તો તેઓ જાગશે કે નહીં.

આવી જ કેટલીક રસપ્રદ માહિતી માટે આપ જોડાયેલા રહો કનેકત ગુજરાતના કાર્યક્રમ આ વાત ઇન્ટરેસ્ટિંગ છે સાથે.

Next Story