Connect Gujarat
ટ્રાવેલ 

સ્નોફોલની મજા લેવી છે? તો કરો આ પ્લેસની વિઝિટ, આ મુસાફરી બનશે તમારા માટે સંભારણારૂપ.

ફરવા જવું લગભગ બધાને જ ગમતું હોય છે અને એમાય હિલસ્ટેશનની વાત આવે તો તો મજા જ પડી જાય,

સ્નોફોલની મજા લેવી છે? તો કરો આ પ્લેસની વિઝિટ, આ મુસાફરી બનશે તમારા માટે સંભારણારૂપ.
X

ફરવા જવું લગભગ બધાને જ ગમતું હોય છે અને એમાય હિલસ્ટેશનની વાત આવે તો તો મજા જ પડી જાય, બરફથી છવાયેલા પર્વતો, સુંદર વાદીઑ તમારું મન મોહી લેશે. જો તમે પણ સ્નોફોલની મજા માણવા માંગતા હોય તો આજે અમે તમારા માટે એવા પ્લેસીસ લઈને આવ્યા છીએ જ્યાં જવાની તમને ખૂબ જ મજા આવશે.

કુલ્લુ મનાલી

જો તમે બરફ અને પ્રાકૃતિક સૌંદર્યની મજા માણવા ઇચ્છતા હોવ તો હિમાચલના કુલ્લુ મનાલીની મુલાકત લો. અહીં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બરફ વર્ષા થાય છે. કુલ્લુ મનાલીમાં તમે બરફ વર્ષાની મજા માણી શકશો.

મસુરી

ઉત્તરાખંડમાં આવેલું મસુરી પહોડીની રાણી કહેવામા આવે છે. અહીં શિયાળાની સિઝનમાં બરફ જામે છે જેના કારણે અહીં બારેમાસ બરફ જ બરફ જોવા મળે છે. તો તમે એક વાર તો આ સ્થળની અચૂક મુલાકાત લેજો.

ગઢવાલ

જો તમે ન્યુ મેરીડ કપલ છો અથવા તો દોસ્તો સાથે બરફની મજા લેવા માંગો છો તો ઉત્તરાખંડમાં આવેલું ગઢવાલ અને ત્યાથી લેંસડાઉન સૌથી સારી જ્ગ્યા છે. આ જગ્યાએ ઓછા લોકો રહે છે. જેના કારણે અહીં શાંતિ જોવા મળે છે તેથી તમને ફરવાની પણ ખૂબ જ મજા આવશે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અહી વરસાદ પડે છે.

સિક્કિમ

સિક્કિમનું ઝૂલૂક ગામ ખાસ માનવામાં આવે છે. આ ગામ સંપૂર્ણ રીતે બરફથી ઢંકાયેલું રહે છે. અહીના પહાડ અને ઝરણા કોઈ પણ વ્યકતીનું મન મોહી લે છે. આ ગામ કોઈ સ્વર્ગથી ઓછું નથી. તમને પ્રાકૃતિક નઝારો જોવો ગમતો હોય તો આ સ્થળ તમારા માટે એકદમ બેસ્ટ છે. અચૂકથી આ સ્થળની મુલાકાત લેજો.

Next Story