ભારત બહાર ફરવા જવું છે પણ વિઝા નથી? તો હવે ચિંતા ના કરતાં, વિઝા વગર પણ ફરવા જવાશે આ સુંદર દેશોમાં....

માલદીવ ફિલ્મ સ્ટાર્સ માટે સૌથી પ્રિય રજા સ્થળ ભારતનો દક્ષિણ પડોશી દેશ છે. અહીં પણ તમે સુંદર બીચનો નજારો માણવા માટે વિઝા વગર જઈ શકો છો.

New Update
ભારત બહાર ફરવા જવું છે પણ વિઝા નથી? તો હવે ચિંતા ના કરતાં, વિઝા વગર પણ ફરવા જવાશે આ સુંદર દેશોમાં....

ભારતીયોને જગતના 57 સુંદર દેશોમાં ફરવા માટે વિઝાની જરૂર નથી અને એમાં પણ કેટલાક દેશ તો બહુ મોંઘા પણ નથી આરામથી ફરી શકશો. તો આમે ટમેન આજે જણાવીશું એવા દેશો વિષે જ્યાં વિઝાની બિલકુલ જરૂર જ નથી. તો આજે જ બનાવી લો ફરવા જવાનો પ્લાન

n ભૂટાન

ઉત્તર પૂર્વમાં આવેલો ભારતનો એક નાનો પાડોશી દેશ છે. તેની સુંદર કુદરતી ખીણો માટે જ ખૂબ જ લોકપ્રિય છે. તેને વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સમાં પણ ટોચનું સ્થાન મળે છે. તમે વિઝા વિના અહીં મુલાકાત માટે જઈ શકો છો.

n ઇન્ડોનેશિયા

દક્ષિણ-પૂર્વના દેશોમાંથી એક, જેને ત્રીજી દુનિયાનો દેશ કહેવામાં આવે છે, તે પ્રકૃતિના સૌથી સુંદર નજારાઓનું ઘર છે. આમાં દરિયાકિનારા અને ઊંડા સમુદ્રો તેમજ જંગલો અને પર્વતોનો સમાવેશ થાય છે. અહીં પણ તમારે એડવાન્સ વિઝા લેવાની જરૂર નથી.

n માલદીવ

માલદીવ ફિલ્મ સ્ટાર્સ માટે સૌથી પ્રિય રજા સ્થળ ભારતનો દક્ષિણ પડોશી દેશ છે. અહીં પણ તમે સુંદર બીચનો નજારો માણવા માટે વિઝા વગર જઈ શકો છો.

n થાઈલેન્ડ

ભારતીય પ્રવાસીઓ માટે મુલાકાત લેવા માટે સૌથી પ્રિય વિદેશી સ્થળો પૈકીનું એક થાઈલેન્ડ છે. આ દક્ષિણ-પૂર્વીય દેશની મુલાકાત લેવા માટે તમે એડવાન્સ વિઝા વિના સરળતાથી જઈ શકો છો. અહીં તમે ઓછા ખર્ચે વિદેશ જઈ શકો છો.

n શ્રીલંકા

પ્રવાસન એ શ્રીલંકાની અર્થવ્યવસ્થાનો મુખ્ય ભાગ છે. એટલા માટે અહીંની સરકાર તેને પ્રોત્સાહન આપવા અને પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કરે છે. અહીં પણ તમે હનીમૂન સેલિબ્રેટ કરવા અથવા રજાઓ માણવા વિઝા વગર જઈ શકો છો.

Latest Stories