Connect Gujarat
Featured

અમેરિકામાં નૌસેનાના જહાજમાં ભીષણ આગ, 21 ઘાયલ

અમેરિકામાં નૌસેનાના જહાજમાં ભીષણ આગ, 21 ઘાયલ
X

અમેરિકી નૌસેનાના યૂએસએસ બોનહોમે રિચર્ડ જહાજમાં આગ લાગવાથી 21 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, આગ લાગવાનું કારણ જાણવા મળ્યુ નથી.

અમેરિકાના સૈન ડિએગો શહેરમાં તૈનાત નૌસેનાના એક જહાજમાં આગ લાગી હતી. આ ઘટનામાં નૌસેનાના અનેક જવાન ઘાયલ થયા છે. અમેરિકી નૌસેનાએ એક નિવેદનમાં કહ્યું કે, 17 નાવિકો અને ચાર નાગરિકોને સ્થાનિય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈ ગંભીર રીતે ઘાયલ નથી.લેફ્ટિનન્ટ કમાન્ડર પેટ્રીસિયા ક્રેઉજબર્ગરે મીડિયાને કહ્યું કે, યૂએસએસ બોનહોમે રિચર્ડમાં નાવિકોને આગના કારણે સામાન્ય ઈજાઓ પહોંચી છે. જેઓની સારવાર ચાલી રહી છે.

અધિકારીઓએ કહ્યું કે, જ્યારે આ ઘટના બની ત્યારે જહાજ પર 160 લોકો હાજર હતા. તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જો કે, આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે.

Next Story